૨૦૨૫માં મોક્ષનગરી કાશીમાં ૭ કરોડ ૨૬ લાખ શ્રદ્ધાળુઓ ઊમટ્યા

09 January, 2026 08:38 AM IST  |  Kashi | Gujarati Mid-day Correspondent

મહાશિવરાત્રિના સમયમાં અને શ્રાવણ મહિનામાં મુલાકાતીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો હતો.

કાશી

કાશી વિશ્વનાથ કૉરિડોરનું નિર્માણ, ગંગા ઘાટનું બ્યુટિફિકેશન, પ્રાચીન મંદિરો, રસ્તાઓ અને ટૂરિઝમ ફૅસિલિટીના વિકાસને કારણે વારાણસીમાં લોકોનો પ્રવાહ વધતો જ જાય છે. વારાણસીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા ગયા વર્ષે ૭ કરોડ ૨૬ લાખને વટાવી ગઈ હતી. ઉત્તર પ્રદેશ સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે ૨૦૨૫ના વર્ષમાં કાશીની પાવનભૂમિમાં પ્રવાસે આવેલા પ્રવાસીઓની કુલ સંખ્યા ૭,૨૬,૭૬,૭૮૧ રહી હતી. ભક્તોએ આખા વર્ષ દરમ્યાન કાશીના વિવિધ ઘાટ અને મંદિરોની મુલાકાત લીધી હતી. પ્રયાગરાજમાં મહાકુંભમાં ડૂબકી લેવા આવેલા અને ત્યાંથી વારાણસી પહોંચેલા બે કરોડ ૮૭ લાખ ભક્તોનો પણ આ આંકડામાં સમાવેશ થાય છે. મહાશિવરાત્રિના સમયમાં અને શ્રાવણ મહિનામાં મુલાકાતીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો હતો.

national news india varanasi Kashi travel travel news life masala