સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહી છે આ વૃદ્ધ દંપતિની કહાની, જાણો કેમ...

22 October, 2020 07:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહી છે આ વૃદ્ધ દંપતિની કહાની, જાણો કેમ...

તસવીર સૌજન્યઃ ફૂડીવિશાલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

થોડા દિવસો પહેલા #BabaKaDhaba ટ્રેન્ડ થયું હતું, જેમાં દિલ્હીના માલવીયા નગરમાં એક નાનકડી કેબિનમાં ઢાબો ચલાવતા એક વૃદ્ધ દંપતિનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં જણાતુ હતું કે તેમનો બિઝનેસ જરાય ચાલતો નહોતો. જોકે સ્ટોરી વાયરલ થયા બાદ 24 કલાકમાં તેમનું જીવન બદલાયુ હતું. સેલિબ્રિટીઓએ પણ તેમની સ્ટોરી શૅર કરી હતી. જોકે સોશ્યલ મીડિયામાં હજી દંપતિની કહાની વાયરલ થઈ રહી છે, જે એટલી દર્દભરી છે કે વાંચીને તમને પણ આંખમાંથી આંસૂ આવી જશે.

નવભારતટાઈમ્સની વેબસાઈટમાં આવેલા આર્ટિકલ મુજબ, આ દંપતિની ઉંમર સરેરાશ 70 વર્ષની આસપાસ છે. દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આ લોકો ચા વેચવાનો ધંધો કરે છે. આ બંનેએ રસ્તા પર સ્ટોલ લગાવ્યો છે. તેમની આ કહાની ઈંસ્ટાગ્રામ પર વિશાલ શર્મા નામના યુઝર્સે શેર કરી છે.

એક વીડિયોમાં તેઓ જણાવી રહ્યા છે કે, દારૂડિયા દિકરાએ તેમને ઘરમાંથી હાંકી કાઢ્યા છે. ત્યાં સુધી આ વૃદ્ધ પિતાના દિકરાએ હાથ પણ તોડી નાખ્યા છે. તેમના જમાઈએ પણ તેમની સાથે ખરાબ વર્તન કરી માર માર્યો હતો. ત્યારે રસ્તા પર આવી ગયેલા આ દંપત્તિએ થોડા સમયે મકાઈના ડોડા વેચવાનું પણ ચાલુ કર્યુ હતું. ત્યારે દયા આવતા તેમની જ દિકરીએ માતા-પિતા માટે ચાની દુકાન ખોલી આપી હતી.

વિશાલ નામના શખ્સે તેમની કહાની શેર કરી છે અને કહ્યુ છે કે, બની શકે તેટલી આમની મદદ કરો. ખુદ વિશાલે પણ આ દંપતિની મદદ કરી છે. લોકોને પણ મદદ કરવા માટે અપીલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ લોકોની બને તેટલી વધુ મદદ કરો.

instagram viral videos delhi news