અયોધ્યા ચુકાદા પહેલા નેપાળથી 7 આતંકીઓ ભારત ઘુસ્યા : એલર્ટ

06 November, 2019 10:05 AM IST  |  New Delhi

અયોધ્યા ચુકાદા પહેલા નેપાળથી 7 આતંકીઓ ભારત ઘુસ્યા : એલર્ટ

File Photo

(જી.એન.એસ.) ભગવાન શ્રીરામની જન્મભૂમિના વિવાદ પર નિર્ણયની ઘડી વચ્ચે ઉત્તર પ્રદેશમાં આતંકી કાવતરાની સંભાવના છે. આ પ્રકારનાં ઈનપુટ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ અલર્ટ પર છે. નેપાળના રસ્તાથી સાત આતંકવાદીઓ ભારતમાં ઘૂસ્યા હોવાના ઈનપુટથી મહારાજગંજ બૉર્ડરની પાસેનાં ક્ષેત્રોમાં શોધખોળ ચાલી રહી છે. શ્રીરામ જન્મભૂમિના લાંબા વિવાદ પર નિર્ણય આવતા પહેલાં વાતાવરણ ખરાબ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

સુરક્ષા એજન્સી પ્રમાણે આતંકી ભારતમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે
સુરક્ષા એજન્સીઓની પાસે ઈનપુટ છે કે આતંકી ભારતમાં શાંતિ ભંગ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ખાનગી રિપોર્ટ મુજબ આતંકવાદીઓના એક દળે નેપાળના રસ્તેથી ભારતમાં ઘૂસણખોરી કરી છે. તેમની સંખ્યા સાત છે. તેમાંથી ત્રણ પાકિસ્તાનથી નેપાળના રસ્તે ભારતમાં પહોંચ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, તેઓ ગોરખપુર કે પાસેના વિસ્તારમાં શરણ લઈ શકે છે. અહીંથી તેમને અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે.


ખાનગી એજન્સીઓ મુજબ સાત આતંકવાદીઓનું એક ગ્રુપ નેપાળના રસ્તે ઉત્તર પ્રદેશમાં પહોંચી ચૂક્યું છે. આ સાત આંતકવાદીઓના ગ્રુપમાં પાકિસ્તાની આતંકીઓ પણ છે. જેમાંથી પાંચ આતંકીઓની ઓળખ થઈ ચૂકી છે. જેમાં મોહમ્મદ યાકુબ, અબૂ હમજા, મોહમ્મદ શાહબાઝ, નિસાર અહમદ તેમ જ મોહમ્મદ કોમી ચૌધરીના અયોધ્યા અને ગોરખપુરમાં છુપાયા હોવાની આશંકા છે. અયોધ્યા મામલામાં નિર્ણય આવતા પહેલાં પણ ઉત્તર પ્રદેશમાં આતંકી હુમલાની અલર્ટ આપવામાં આવી છે. ખાનગી એજન્સીઓએ યુપી પોલીસને ભારત-નેપાળ સીમાએથી આંતકી ઘૂસ્યા હોવાના ઈનપુટ પહેલાં પણ આપ્યા હતા.

national news ayodhya verdict