પાકિસ્તાનની સેનામાં બળવો, 7 જનરલ બાજવાની સામે

03 December, 2019 11:17 AM IST  |  Islamabad

પાકિસ્તાનની સેનામાં બળવો, 7 જનરલ બાજવાની સામે

કમર બાજવા

પાકિસ્તાનની સૌથી મોટી શક્તિ ગણાતા સેનાના ચીફ કમર બાજવા પર સંકટ તોળાઈ રહ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની સરકાર કમર જાવેદ બાજવાની ત્રણ વર્ષ માટે સેવા વધારવા માગતી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા એના પર રોક લગાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશનું ૭ જનરલોએ સમર્થન કર્યું છે. જે બાદ પાકિસ્તાની સેના પણ બે ભાગમાં વહેંચાઈ જાય એવી સ્થિતિ સર્જાઈ છે.

જણાવી દઈએ કે ઇમરાન ખાને આર્મી ચીફ જનરલ બાજવાને ૩ વર્ષ માટે સેવા વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેના પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આસિફ સઇદ ખોસાએ રોક લગાવીને માત્ર ૬ મહિના સુધી સેવા વધારવાની મંજૂરી આપી છે. આ ૭ જનરલોએ બાજવાનો કાર્યકાળ ૩ વર્ષ માટે વધારવાનો વિરોધ કર્યો છે, કારણ કે એનાથી આર્મી ચીફ બનવાના તેમના સપના પર પાણી ફરી વળશે.

ચીફ જસ્ટિસ સાથે ઊભા રહેનારા જનરલોની આ યાદીમાં મુલ્તાનના કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ સરફરાજ સત્તાર, લેફ્ટનન્ટ જનરલ નઈમ અસરફ, લેફ્ટનન્ટ જનરલ શેર અફઘાન, લેફ્ટનન્ટ જનરલ હુમાયુ અજીજ અને લેફ્ટનન્ટ જનરલ કાજી ઇકરામે પણ સેવા વધારવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.

pakistan islamabad