૨૦૧૧માં ૫૧ વાઘનાં મોત

08 December, 2011 06:46 AM IST  | 

૨૦૧૧માં ૫૧ વાઘનાં મોત



(નૉન-ગર્વનમેન્ટલ ઑર્ગેનાઇઝેશન)એ એકઠા કરેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં સૌથી વધુ ૧૪ વાઘ માર્યા ગયા છે, જ્યારે કર્ણાટકમાં છ અને મહારાષ્ટ્ર તથા મધ્ય પ્રદેશમાં પાંચ-પાંચ વાઘ માર્યા ગયા છે. ૧૭ વાઘ મૃત્યુ પામેલા મળી આવ્યા હતા, જ્યારે ૧૨ વાઘનો શિકાર કરવામાં આવ્યો હતો. નવ વાઘ અંદરોઅંદરની લડાઈમાં  મૃત્યુ પામ્યા હતા, જ્યારે બીજાં પશુઓ સાથેની મારામારીમાં ચાર વાઘ માર્યા ગયા હતા. પોલીસ, જંગલના અધિકારીઓ અને ગ્રામજનોના ફાયરિંગમાં ચાર વાઘ માર્યા ગયા હતા.

માર્ગ-અકસ્માતમાં બે, બચાવકામગીરી કે ઉપચાર વખતે બે અને વીજળીનો કરન્ટથી એક વાઘનું મૃત્યુ થયું હોવાનું આ આંકડામાં જણાવવામાં આવ્યું છે.