સેશેલ્સ ટાપુની ૧૮ મહિનાની છોકરી પાંચ ઇંચ લાંબી જીભ કપાવવા ખાસ ચેન્નઈ આવી

07 December, 2011 06:24 AM IST  | 

સેશેલ્સ ટાપુની ૧૮ મહિનાની છોકરી પાંચ ઇંચ લાંબી જીભ કપાવવા ખાસ ચેન્નઈ આવી

 

 

પાંચ ઇંચથીયે લાંબી જીભને કારણે મીઆ સરખી રીતે હોઠ બીડીને મોં પણ બંધ કરી શકતી નહોતી, કેમ કે તેની લાંબી જીભ બહાર જ લટકતી રહેતી હતી. તે જન્મી ત્યારે તેને બ્રેસ્ટ-ફીડિંગ કરવામાં પણ તકલીફ પડતી હતી. માત્ર ચમચીથી દૂધ પી શકતી મીઆને આઠમા મહિને સૉલિડ ફૂડ આપવાનું શરૂ કર્યું ત્યારે તેને ચાવવામાં પણ મુશ્કેલી પડવા લાગી હતી.

સેશેલ્સમાં એક રિલીફ કૅમ્પમાં ત્યાંના હેલ્થ મિનિસ્ટરે મીઆને જોઈ અને તેમણે ચેન્નઈની બાલાજી ડેન્ટલ હૉસ્પિટલમાં તેને લઈ જવાનું સૂચવ્યું. ચેન્નઈના ડૉક્ટરોએ તેને જોઈને બીડબ્લ્યુએસ એટલે કે બૅકવિથ-વીડેમન સિન્ડ્રૉમ હોવાનું નિદાન કર્યું હતું. આ ડિસઑર્ડરમાં શરીરના અમુકતમુક અવયવો બૉડીની સાઇઝ કરતાં વધુ મોટા થઈ જાય છે તેમ જ આંખ, જીભ જેવાં ઑર્ગન્સ અને ટિશ્યુઝનો ઓવરગ્રોથ થઈ જાય છે અને બ્લડશુગર ઓછું થઈ જતાં વાઈના હુમલા પણ આવી શકે છે. 

ચેન્નઈની બાલાજી ડેન્ટલ હૉસ્પિટલના સજ્ર્યનોની ટીમે ગયા અઠવાડિયે મીઆની જીભ કાપીને ટ્રિમ કરી છે. માત્ર ૧૮ મહિનાની બાળકીની ચારે તરફ આવેલી સ્વાદેઇન્દ્રિયોને ડૅમેજ ન થાય એ રીતે તેમણે જીભ ટૂંકી કરી હતી. મીઆને થયેલી તકલીફ રેર નથી, પણ એના પર કરવામાં આવેલી સર્જરી રેર છે.