આ પુસ્તકમાં 34 ભાષાઓની 365 કવિતાઓનો છે સમાવેશ

06 December, 2020 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ પુસ્તકમાં 34 ભાષાઓની 365 કવિતાઓનો છે સમાવેશ

અ પોઈમ અ ડે

હાર્પર કોલિન્સ પબ્લિશર્સ ઈન્ડિયા દ્વારા ‘અ પોઈમ અ ડે’ નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યુ છે, જેમાં 279 કવિઓની 34 ભાષાઓમાં 365 કવિતાઓનો સમાવેશ છે. ખાસ વાત આ પુસ્તકની એ છે કે આ દરેક કવિતાઓને ગુલઝારે અનુવાદ કરી છે.

ગુજરાત, પંજાબ, કેરળ, ગોવા, ઓડિસાના કવિઓની કવિતા આ પુસ્તકમાં છે, તેમ જ શ્રીલંકામાં તમિલ લખનારા કવિઓ, બાંગ્લાદેશમાં બાંગલા લખનારા અને પાકિસ્તાનમાં ઉર્દુ અને પંજાબી લખનારા કવિઓની કવિતાઓનો પણ સમાવેશ છે.

આ પુસ્તક બાબતે સાહિત્ય અકાદમી એવોર્ડ, પદ્મ ભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર ગુલઝારસાહેબે કહ્યું કે, આપણે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે એવામાં આપણને કવિતા અને શબ્દોની જરૂર છે. મને વિશ્વાસ છે કે આપણે ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે એવામાં આ પુસ્તક તમારો સાથી બનશે.

હાર્પરકોલિન્સ ઈન્ડિયાના પબ્લિશર ઉદયન મિત્રએ કહ્યું કે, અ પોઈમ અ ડે જેવુ બીજુ કોઈ પુસ્તક નથી. અમને ગર્વ છે કે ગુલરાઝસાહેબે આ પુસ્તક માટે પોતાનો ફાળો આપ્યો. આ પુસ્તકમાં 279 કવિઓની 34 ભાષાઓની કવિતાઓનો સમાવેશ છે. જે કવિતાઓ અંગ્રેજીમાં હતી તેને પણ ગુલઝારસાહેબે હિંદુસ્તાનીમાં અનુવાદ કર્યું છે.    

gulzar national news