વર્લ્ડ રેકૉર્ડ : દિલ્હીમાં ૩૪૩૩ ખાડા માત્ર ૧૨ કલાકમાં રિપેર કરવામાં આવ્યા

27 June, 2025 07:37 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હી પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)એ મંગળવારે ૩૪૩૩ ખાડાનું સમારકામ કરીને આ રેકૉર્ડ બનાવવાનો દાવો કર્યો હતો.

ખાડા રીપેર કરવાનું કામ

દિલ્હીમાં જાહેર બાંધકામ વિભાગે એક જ દિવસમાં ૧૨ કલાકમાં ૩૪૩૩ ખાડાનું સમારકામ કરીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. દિલ્હી પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)એ મંગળવારે ૩૪૩૩ ખાડાનું સમારકામ કરીને આ રેકૉર્ડ બનાવવાનો દાવો કર્યો હતો.

આ મુદ્દે PWD પ્રધાન પરવેશ સાહિબસિંહ વર્માએ જણાવ્યું હતું કે ‘જો કામ કરવાનું સમર્પણ અને ઇચ્છાશક્તિ હોય તો મુશ્કેલ કાર્ય પણ સરળ બને છે. આ ફક્ત ખાડાના સમારકામનું મિશન નહોતું, એ વિલંબ અને બહાનાંઓના ચક્રને સમાપ્ત કરવાની પ્રતિબદ્ધતા હતી. દિલ્હીના રસ્તાઓ પરના મોટા ખાડા થોડા કલાકોમાં રિપેર કરવાનું સરળ કાર્ય નહોતું. જોકે મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાના નેતૃત્વમાં વધુ સારા આયોજન અને માઇક્રો મૉનિટરિંગને કારણે આ મુશ્કેલ કાર્ય શક્ય બન્યું હતું. આ ઝુંબેશમાં ૧૦૦૦થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ માર્ગ-સલામતી અને જવાબદાર વહીવટ તરફ એક નિર્ણાયક પગલું છે. ભવિષ્યમાં દિલ્હીમાં પણ આવાં જ કામ કરવામાં આવશે. એક જ દિવસમાં ૩૪૦૦ ખાડાઓનું સમારકામ કરવાનું લક્ષ્ય હતું, પણ અમે લક્ષ્ય કરતાં ૩૩ વધુ ખાડાનું સમારકામ કર્યું હતું.’

૭૦ 
આટલા સહાયક એન્જિનિયરો

૧૫૦ 
આટલા જુનિયર એન્જિનિયરો 

૧૦૦૦ 
આટલા મજૂરોએ ભાગ લીધો

૨૦૦
આટલાથી વધુ મેઇન્ટેનન્સ વૅન તહેનાત કરવામાં આવી


શહેરને આટલા ભાગમાં વહેંચવામાં આવ્યું

૩૪૦૦
આટલા ખાડા પૂરવાનું મિશન હતું

પુણેમાં ૯૮૯, વડોદરામાં ૬૫૦
અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ પહેલાં પુણેએ આવી ઝુંબેશ હાથ ધરીને એક દિવસમાં ૯૮૯ ખાડાનું સમારકામ કર્યું હતું. વડોદરાએ પણ એક દિવસમાં ૬૫૦થી વધુ ખાડાનું સમારકામ કર્યું હતું. 

national news india delhi news new delhi pune