10 August, 2025 09:46 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચૂંટણીપંચે ગઈ કાલે ૩૩૪ પૉલિટિકલ પાર્ટીને ડીલિસ્ટ કરી હતી. આ પૉલિટિકલ પાર્ટી બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો (રજિસ્ટર્ડ અનરેકગ્નાઇઝ્ડ પૉલિટિકલ પાર્ટીઝ-RUPP) તરીકે નોંધાયેલી હતી. આ ડીલિસ્ટિંગ કવાયત ચૂંટણીપ્રણાલીને સ્વચ્છ બનાવવા માટે ચૂંટણીપંચની વ્યાપક પ્રક્રિયાનો એક ભાગ છે. ભારતમાં કુલ ૨૮૫૪ RUPP હતા, જેમાંથી ૩૩૪ની બાદબાકી બાદ હવે ૨૫૨૦ પાર્ટીઓ બાકી રહે છે.
આ સિવાય ચૂંટણીપંચે જણાવ્યું હતું કે ‘દેશમાં નોંધાયેલા છ રાષ્ટ્રીય પક્ષો છે અને ૬૭ રાજ્યપક્ષો છે. રાજકીય પક્ષોની નોંધણી માટેની માર્ગદર્શિકા અનુસાર જે પક્ષ છ વર્ષ સુધી સતત ચૂંટણી લડતો નથી એને રજિસ્ટર્ડ પક્ષોની યાદીમાંથી દૂર કરવામાં આવે છે.’