હૈદરાબાદના બાળકને અપાયું ૧૬ કરોડનું ઇંજેકશન : ૬૫,૦૦૦ લોકોએ કરી મદદ

13 June, 2021 01:37 PM IST  |  Hyderabad | Agency

લગભગ ૬૫,૦૦૦ લોકોની ઉદારતાને પગલે હૈદરાબાદના ત્રણ વર્ષના બાળકને જીવનરક્ષક જિન થેરપીના સારવાર મેળવવા માટે વિશ્વની સૌથી મોંઘી દવા મેળવી આપવામાં મદદરૂપ થઈ છે.

હૈદરાબાદના આ બાળકને અપાયું ૧૬ કરોડનું ઇંજેકશન

લગભગ ૬૫,૦૦૦ લોકોની ઉદારતાને પગલે હૈદરાબાદના ત્રણ વર્ષના બાળકને જીવનરક્ષક જિન થેરપીના સારવાર મેળવવા માટે વિશ્વની સૌથી મોંઘી દવા મેળવી આપવામાં મદદરૂપ થઈ છે. આ બાળકને એક દુર્લભ વારસાગત બીમારી હોવાનું નિદાન કરાયું હતું. 

વિશ્વની સૌથી મોંઘી દવા તરીકે ઓળખાયેલી ઝોલગેન્સ્મા નામની દવાને અમેરિકાથી ડોનેશન સાથે આયાત કરવામાં આવી હતી, જે બુધવારે શહેરની એક ખાનગી હૉસ્પિટલમાં ત્રણ વર્ષના અયાંશ ગુપ્તાને આપવામાં આવી હતી. 

અયાંશ ગુપ્તા એક વર્ષનો હતો જ્યારે તેને કરોડરજ્જુના સ્નાયુઓની એટ્રોફી (એસએમએ) હોવાનું નિદાન થયું હતું. આ સારવારને પગલે બાળકને નવજીવન મળ્યું છે. 

સ્નાયુઓની નબળાઈની આ બીમારી એક અસામાન્ય બીમારી છે, જેમાં બાળક તેના હાથ-પગ હલાવી શકતો નથી તેમ જ સરળતાથી બેસી કે ચાલી શકતો નથી. ખોરાક ખાવામાં પણ અયાંશને ઘણી મુશ્કેલી પડતી હોવાનું બાળકના પિતા યોગેશ ગુપ્તાએ જણાવ્યું હતું. ડૉક્ટરોના મતે બાળકની જિંદગી વધુમાં વધુ ત્રણથી ચાર વર્ષની છે. 

શરૂમાં દવાના એક ડોઝ માટે ૧૬ કરોડ રૂપિયા ઊભા કરવાનું બાળકના પિતાને અશક્ય જ લાગી રહ્યું હતું. જોકે પછીથી તેઓએ સોશ્યલ મીડિયા પર અપીલ કરવાનો નિર્ણય લીધો હતો. 

hyderabad national news