2G કેસઃ મોડેથી જવાબ આપવા બદલ HCએ આપી સજા, 'દિલ્હીમાં વાવો 15000 વૃક્ષ'

07 February, 2019 03:54 PM IST  | 

2G કેસઃ મોડેથી જવાબ આપવા બદલ HCએ આપી સજા, 'દિલ્હીમાં વાવો 15000 વૃક્ષ'

દિલ્લી હાઈકોર્ટ 2G કેસના આરોપીઓને સંભળાવી અનોખી સજા

દિલ્હી હાઈકોર્ટે 2જી સ્પેક્ટ્રમની ફાળવણીમાં થયેલા ગોટાળાના મામલામાં આરોપીઓએ સમયસર જવાબ દાખલ ન કરતા કોર્ટે સુનાવણી દરમિયાન નારાજગી વ્યક્ત કરી છે. દિલ્હી હાઈકોર્ટે જવાબ આપવામાં મોડું થતા આરોપીઓને સજા સંભળાવતા કહ્યું કે તેઓ દિલ્લીના રિજ વિસ્તારમાં 15 હજાર વૃક્ષો લગાવે.

કોર્ટે જે આરોપીઓને વૃક્ષો વાવવાની સજા સંભળાવી છે તેમાં પૂર્વ ટેલિકોમ મંત્રી એ. રાજા અને DMKના પ્રમુખ એમ. કરુણાનિધિની દીકરી અને રાજ્યસભા સાંસદ કનિમોઝીના નામ સામેલ નથી.

જણાવી દઈએ કે દેશના સૌથી મોટા 2G ગોટાળામાં CBIની ખાસ અદાલતે ડિસેમ્બર, 2018માં તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. જજે એક જ લાઈનમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. જજ ઓ. પી. સૈનીએ કહ્યું હતું કે ફરિયાદી પક્ષ પોતાનો મામલો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો.

શું છે 2G સ્પેક્ટ્રમ ગોટાળો?
2010માં આવેલા CAGના એક રીપોર્ટમાં 2008માં કરવામાં આવેલી સ્પેક્ટ્રમની ફાળવણી પર સવાલો ઉઠાવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે સ્પેક્ટ્રમની નીલામી કરવાના બદલે 'પહેલા આવો અને પહેલા લઈ જાઓ'ના આધાર પર વહેંચણી કરવામાં આવી હતી. જેના કારણે સરકારને 1 લાખ 76 હજાર કરોડનું નુકસાન થયું હતું. એમાં એ વાતનો ઉલ્લેખ હતો કે જો નીલામીના આધાર પર લાઈસન્સની ફાળવણી કરવામાં આવેત તો આ રકમ સરકારના ખજાનામાં જાત. ડિસેમ્બર 2010માં સુપ્રીમ કોર્ટે 2G ગોટાળાના મામલે ખાસ અદાલત બનાવવા પર વિચાર કરવાનું કહ્યું હતું.

આ પણ વાંચોઃ આ દેશ કોઈ એકનો નથી, તેને તોડનારા PMને હટાવી દેવા જોઈએ: રાહુલ

2011માં પહેલી વાર સ્પેક્ટ્રમ ગોટાળો સામે આવ્યા બાદ કોર્ટે તેમાં 17 આરોપીઓને શરૂઆતમાં દોષિત માનીને 6 મહિનાની સજા સંભળાવી હતી. આ ગોટાળા સાથે જોડાયેલા કેસમાં એસ્સાર ગ્રુપના પ્રમોટર રવિકાંત રુઈયા, અંશુમન રુઈયા, લૂપ ટેલિકૉમના પ્રમોટર કિરણ ખેતાન અને પતિ આઈ પી ખેતાન અને એસ્સાર ગ્રુપના નિર્દેશક વિકાસ સરફ પણ આરોપી છે.

delhi high court