2Gના કેસમાં પહેલી વાર જામીન આપવામાં આવ્યા

24 November, 2011 10:29 AM IST  | 

2Gના કેસમાં પહેલી વાર જામીન આપવામાં આવ્યા

 

આ પાંચ આરોપીઓ યુનિટેક વાયરલેસના સંજય ચંદ્ર, સ્વાન ટેલિકૉમના વિનોદ ગોએન્કા તથા રિલાયન્સ ગ્રુપના ગૌતમ દોશી, સુરેન્દ્ર પીપરા અને હરિ નાયર છે. આ પાંચ આરોપીઓને જામીન મળવાથી બાકીના નવ આરોપીઓને જામીન મળવાની તક પણ વધી ગઈ છે. આરોપીના વકીલોએ સુપ્રીમ ર્કોટમાં દલીલ કરી હતી કે ‘અમારા અસીલો ગુનેગાર સાબિત થયા નથી અને તપાસને પ્રભાવિત કરે એવા નથી. આમ છતાં તેમને જેલમાં રાખવાથી તેમના બંધારણીય અધિકારનો ભંગ થાય છે.’

જોકે સુપ્રીમ ર્કોટે સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેટિગેશન)ને કહ્યું હતું કે જો એજન્સીને માલૂમ પડે કે આ પાંચમાંથી કોઈ તપાસપ્રક્રિયામાં અડચણ નાખે છે કે સાક્ષીઓને પ્રભાવિત કરે છે તો એણે સુપ્રીમ ર્કોટમાં રજૂઆત કરવી. દિલ્હી હાઈ ર્કોટે તેમની જામીનઅરજી ઠુકરાવી દીધી હતી.

કનિમોઝીની આશા વધી

ડીએમકે (દ્રવિડ મુન્નેત્ર કઝઘમ)નાં સંસદસભ્ય કનિમોઝી અને બીજા પાંચ જણે દિલ્હી હાઈ ર્કોટ તેમની જામીનઅરજી ઝડપથી સાંભળે એ માટે અરજી કરી હતી. આ આરોપીઓએ સુપ્રીમ ર્કોટના ગઈ કાલના જામીન આપવાના હુકમને ટાંકીને તેમની જામીનઅરજી ઝડપથી સાંભળવાની વિનંતી કરી હતી. હાઈ ર્કોટ આજે આ બાબત હાથ ધરશે. હાઈ ર્કોટે અગાઉ જામીનઅરજી સાંભળવા પહેલી ડિસેમ્બરની તારીખ નક્કી કરી હતી.