સંસદભવન સામે આત્મવિલોપન કરનારા યુવાનનું મોત, બાગપતમાં પોલીસ અલર્ટ

28 December, 2024 08:32 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં નવા સંસદભવન સામે પેટ્રોલ નાખીને મંગળવારે બપોરે આત્મવિલોપનનો પ્રયાસ કરનારા ૩૧ વર્ષના જિતેન્દ્ર નામના યુવાનનું ગુરુવારે રાત્રે ઉપચાર દરમ્યાન મૃત્યુ થયું હતું

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

દિલ્હીમાં નવા સંસદભવન સામે પેટ્રોલ નાખીને મંગળવારે બપોરે આત્મવિલોપનનો પ્રયાસ કરનારા ૩૧ વર્ષના જિતેન્દ્ર નામના યુવાનનું ગુરુવારે રાત્રે ઉપચાર દરમ્યાન મૃત્યુ થયું હતું. તેના મૃત્યુના પગલે તેના વતન બાગપત જિલ્લાના છપરૌલીમાં પોલીસ અલર્ટ કરી દેવામાં આવી હતી. પિતાની મારપીટ સહિત અનેક કેસમાં કાર્યવાહી ન થવાને કારણે નારાજ થવાથી જિતેન્દ્રએ પોતાને આગ ચાંપી દીધી હતી. 

new delhi suicide parliament national news news