21 વર્ષનો આ યુવાન છે ક્વોરન્ટીન સેન્ટરનો 'પેટૂ', જાણો એનો ખોરાક છે અધધધ

28 May, 2020 02:51 PM IST  |  Patna | Gujarati Mid-day Online Correspondent

21 વર્ષનો આ યુવાન છે ક્વોરન્ટીન સેન્ટરનો 'પેટૂ', જાણો એનો ખોરાક છે અધધધ

અનુપ ઓઝા

બિહારના બક્સર ક્વોરેન્ટીન સેન્ટરના 21 વર્ષના યુવાનની ભુખે બધાને ચોંકાવી દીધા છે તો બીજી બાજુ ક્વોરેન્ટીન સેન્ટરના લોકો માટે મુશ્કેલી ઊભી કરી છે. 21 વર્ષના યુવાનનો ખોરાક એટલો બધો છે કે ક્વોરન્ટીન સેન્ટરના લોકો માટે એનાં ભોજનનો બંદોબસ્ત કરવો મુશ્કેલ થઈ ગયો છે.

બક્સરનો 21 વર્ષીય યુવાન અનુપ ઓઝા અત્યારે તેના ભોજનને લઈને આખા દેશમાં ચર્ચામાં છે. આ યુવાન 10 લોકો જેટલું ખાવાનું એક જ ટંકમાં ખાઈ જાય છે. અનુપ ઓઝા 40 રોટલી રોટલી, 20 લિટ્ટી (બિહારની મશહૂર વાનગી જે બાટીની જેમ બનાવાય છે) અને 10 થાળી ભાત ખાઈ જાય છે. જે દસ જણના ભોજન બરાબર છે. ભોજન કરતી વખતે પણ સામાન્ય રીતે અનુપ 35 થી 40 રોટલી અને આઠ-દસ થાળી ભાત ખાઈ જાય છે. હદ તો ત્યારે થઈ જ્યારે એક દિવસ અનુપ 80 લિટ્ટી ખાઈ ગયો. તેના ભોજનની ક્ષમતાને લીધે ક્વોરન્ટાઈન સેન્ટરના રસોઈયાઓ પણ થાકી જાય છે.

અનુપ બક્સર જીલ્લાના સિમરી પ્રખંડના ખરહાટાંડ ગામમા રહે છે. લૉકડાઉન પહેલા તે કામની શોધમાં રાજસ્થાન ગયો હતો અને ત્યાંથી પાછો આવ્યો એટલે એને બક્સરના મંઝવારીણીની રાજકીય શાળામાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. અહીં 87 પ્રવાસી છે. પરંતુ અનુપને લીધે દરરોજ 100 કરતા વધુ લોકોનું ભોજન બનાવવું પડે છે. તેના ગામના લોકોનું પણ કહેવું છે કે, અનુપનો ખોરાક પહેલેથી જ વધારે છે.

coronavirus covid19 lockdown bihar patna