રાજ્યની તિજોરી ખાલીખમ: નાણાકીય ખાધ ૨૬,૫૧૬ કરોડ

22 November, 2014 06:45 AM IST  | 

રાજ્યની તિજોરી ખાલીખમ: નાણાકીય ખાધ ૨૬,૫૧૬ કરોડ


રવિકિરણ દેશમુખ

આથી ગ્થ્ભ્ની દેવેન્દ્ર ફડણવીસની સરકાર માટે હવે મુશ્કેલી સર્જાઈ છે. નજીકના ભવિષ્યમાં ફડણવીસની સરકાર કોઈ ચમત્કાર દાખવી નહીં શકે એથી મતદારો નિરાશ થશે. સરકારી અધિકારીઓએ જણાવ્યા મુજબ ચૂંટણી પહેલાં આગલી સરકારે આપેલાં વચનોને લીધે નાણાકીય ખાધ ૨૬,૫૧૬ કરોડ રૂપિયા થઈ ગઈ છે. એ ખાધ ભૂતપૂર્વ નાણાપ્રધાન અજિત પવારે જૂનમાં રજૂ કરેલા બજેટમાં ૪૧૦૩ કરોડ રૂપિયા હતી. 

આ ખાધમાં વધારો એ આવકમાં ઘટાડાને લીધે નથી થયો, પરંતુ અધિકારીઓની સલાહની ઉપરવટ જઈને આગલી સરકારે લીધેલા નિર્ણયોને આભારી છે. જ્યારે આ બાબતે રાજ્ય પ્રધાનમંડળમાં પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું હતું ત્યારે પ્રધાનો સરકારી તિજોરીની હાલત જોઈને ડઘાઈ ગયા હતા. આનો સાદો અર્થ એ થયો કે ચાલુ નાણાકીય વર્ષમાં ગ્થ્ભ્ની સરકાર એના મતદારોને કોઈ રાહત નહીં આપી શકે એમ હતાશ થયેલા એક વરિષ્ઠ પ્રધાને જણાવ્યું હતું. એ પ્રધાને ઉમેર્યું હતું કે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે અમારે રાજ્યની આર્થિક પરિસ્થિતિ વિશે શ્વેતપત્ર રજૂ કરીને જનતાનો વિશ્વાસ જીતવો પડશે.

કૉન્ગ્રેસ-ફ્ઘ્ભ્ની સરકારે વીજળીનાં બિલ અને રાજ્ય વહીવટી તંત્રમાં અમુક વિભાગોના પગારમાં વધારો, શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓને અનુદાન જેવા નિર્ણયો લઈને ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ખચ્ર્યા હતા એથી નાણાકીય ખાધ ઉત્પન્ન થઈ છે.

રાજ્યને આવકના સ્રોતોમાં વૅટમાંથી લગભગ ૭૦,૦૦૦ કરોડ રૂપિયા, સ્ટૅમ્પ-ડ્યુટીમાંથી ૨૦,૦૦૦ કરોડ રૂપિયા, રાજ્યની એક્સાઇઝમાંથી ૧૨,૦૦૦ કરોડ રૂપિયા, ઇલેક્ટિÿસિટી ડ્યુટીમાંથી ૬૫૦૦ કરોડ રૂપિયા, પ્રોફેશન ટૅક્સમાંથી ૨૦૦૦ કરોડ રૂપિયા, વાહનો પરના વેરામાંથી ૫૨૫૦ કરોડ રૂપિયા અને વેરા વિનાની આવકમાંથી ૧૩,૫૦૦ કરોડ રૂપિયા મળે છે. એ ઉપરાંત કેન્દ્રીય વેરામાંથી હિસ્સો અને કેન્દ્રના અનુદાનમાંથી  લગભગ ૫૦,૦૦૦ કરોડ રૂપિયા મળે છે.