કેટલાકનાં નામ યાદીમાંથી ગાયબ તો કેટલાકનાં નામના સ્પેલિંગ મિસ્ટેક

16 October, 2014 05:49 AM IST  | 

કેટલાકનાં નામ યાદીમાંથી ગાયબ તો કેટલાકનાં નામના સ્પેલિંગ મિસ્ટેક



સાયન, કોલીવાડા, ઍન્ટૉપ હિલ, પ્રતીક્ષા નગર અને બીજી ઘણી જગ્યાઓએ મતદારયાદીમાંથી લોકોનાં નામ ગાયબ હોવાની ફરિયાદ ત્યાંના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી હતી. આમાંના ઘણા લોકો ફૂટપાથ પર રાજકીય પક્ષોએ લગાડેલા સ્ટૉલ્સ પર અને પોલિંગ બૂથમાં ચૂટણીપંચના અધિકારીઓ પાસેના લિસ્ટમાં પોતાનું નામ શોધતા જોવા મળ્યા હતા, પણ તેમનો પ્રયત્ન વ્યર્થ ગયો હતો. આ બાબતે સાયનમાં રહેતા જય શાહે કહ્યું હતું કે મેં મારો ફોટો પણ આપ્યો હતો અને ફૉર્મ પણ ભર્યું હતું એમ છતાં મારું નામ મતદારયાદીમાં નહોતું. તેના પરિવારના અમુક સભ્યોનાં અને મિત્રોનાં નામ પણ યાદીમાંથી મિસિંગ હતા.