ચંદ્રપુરના બ્રહ્માપુરીમાં નવ મિનિટ જ બોલી શક્યા મોદી

11 October, 2014 04:31 AM IST  | 

ચંદ્રપુરના બ્રહ્માપુરીમાં નવ મિનિટ જ બોલી શક્યા મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નક્સલવાદગ્રસ્ત ચંદ્રપુરના બ્રહ્માપુરીમાં એક રૅલીને સંબોધતાં નક્સલવાદી વલણ અપનાવનાર યુવાનોને શસ્ત્રોનો સાથ છોડીને હાથમાં હળ પકડવા માટે અનુરોધ કરતાં કહ્યું હતું કે ‘આતંકવાદથી કોઈને ફાયદો થયો નથી. હું હિંસાને માર્ગે ગયેલા તમામ યુવકોને અનુરોધ કરું છું કે તમારા ખભા પરથી બંદૂક ઉતારીને ખભે હળ ચડાવો. એથી તમારી જિંદગી બદલાઈ જશે. તમારે ગ્થ્ભ્ને વિજયી બનાવવી જરૂરી છે, ત્યાર બાદ જ પાણીની અછતથી ઝઝૂમતા ખેડૂતોને પાણી મળશે. ખેડૂતમાં સોના જેવું અનાજ ઉગાડવાની ક્ષમતા છે.’

પહેલાં બીમાર રાજ્ય ગણાતા છત્તીસગઢમાં ગ્થ્ભ્ સત્તા પર આવ્યા બાદ ભરપૂર વિકાસ થયો છે. એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે ‘અહીંની રાજ્ય સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે ખેડૂતોને તેમની ઊપજની યોગ્ય કિંમત મળે. મહારાષ્ટ્ર છત્તીસગઢનું પાડોશી છે તો શા માટે મહારાષ્ટ્રના ખેડૂતો પ્રગતિ ન કરી શકે? અમને તમારા માટે કામ કરવાની તક આપો. અમે રાજ્યની તસવીર બદલી નાખીશું.’

મહારાષ્ટ્રમાં ચંદ્રપુરની રૅલી પહેલાં વડા પ્રધાનનું ગળું બેસી ગયું હતું એથી તેમણે રૅલીને માત્ર નવ મિનિટ સુધી જ સંબોધી હતી. મોદીએ વિશાળ જનમેદનીની લાંબા સમય માટે ભાષણ ન આપી શકવા માટે માફી માગી હતી અને ચૂંટણી બાદ ફરી આ વિસ્તારની મુલાકાત લેવાનું વચન આપ્યું હતું.

કૉન્ગ્રેસ પુનર્જીવિત થાય એવી કોઈ શક્યતા નથી : મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે હિંગોલીમાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ પુનર્જીવિત થાય એવી કોઈ શક્યતા નથી. કૉન્ગ્રેસ પોતાના પાપે મરી રહી છે. દેશની ગરીબ જનતાએ કૉન્ગ્રેસને શું નથી આપ્યું? દેશની જનતાએ કૉન્ગ્રેસને ૬૦ વર્ષ આપ્યાં. એના બદલામાં કૉન્ગ્રેસે જનતાને કંઈ નથી આપ્યું. કૉન્ગ્રેસે ગરીબીને નામે મત માગ્યા, પરંતુ ગરીબો માટે કાંઈ કર્યું નહીં. માત્ર ગણ્યાંગાંઠયા કુટુંબો સમૃદ્ધ થયાં. તેમણે ‘મલાઈ’ ખાધી છે, તેમણે મજા કરી છે.’

પાકિસ્તાનને યોગ્ય જવાબ મળી ગયો છે : મોદી

નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં ધમણગામમાં એક રેલીને સંબોધતા જણાવ્યું હતુ કે,‘પાકિસ્તાનને યોગ્ય જવાબ મળી ગયો છે.તે ફરીથી દુ:સ્સાહસ કરવાની હિમંત નહી કરે.’