2012 Delhi Nirbhaya Case: 20 માર્ચના દોષીઓને ફાંસી

05 March, 2020 03:43 PM IST  |  Mumbai Desk

2012 Delhi Nirbhaya Case: 20 માર્ચના દોષીઓને ફાંસી

નિર્ભયાના દોષિઓને ફાંસીની સજા 20 માર્ચના જાહેર

નિર્ભયાના ચારેય દોષીઓ (વિનય કુમાર શર્મા, પવન કુમાર ગુપ્તા, મુકેશ સિંહ અને અક્ષય)ને ફાંસી આપવા માટે ચોથીવાર ડેથ વૉરંટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ફાંસી 20 માર્ચે સવારે 5.30 વાગ્યે આપવામાં આવશે. દિલ્હી સરકારની અરજી બાદ ગુરુવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના સત્ર ન્યાયાધીશ ધર્મેન્દ્ર રાણાના ન્યાયાલયે નવું ડેથ વૉરંટ જાહેર કર્યું છે.

નિર્ભયાની માતાએ કહ્યું...
કોર્ટે જાહેર કરેલા ડેથ વૉરંટની તારીખ બાબતે નિર્ભયાની માતાએ કહ્યું કે, "આશા છે કે આ ચારેય દોષીઓને ફાંસી આપવાની અંતિમ તારીખ હશે."

ડેથ વૉરંટ પર સુનાવણી દરમિયાન ન્યાયાધીશ ધર્મેન્દ્ર રાણાએ કહ્યું કે બધાં દોષીઓના બધાં જ ઉપાયો પૂરા થઇ ગયા છે. બચાવ પક્ષે પણ આ માની લીધું છે.

વકીલે કહ્યું કે અક્ષયની દયા યાચિકાને છુપાડવામાં આવી રહી છે. જે દયા યાચિકા રદ થઈ હતી, તે અધૂરી હતી. તેના પછી બીજી દયા યાચિકા સંપૂર્ણ માહિતી સાથે દાખલ કરવામાં આવી હતી જેને સંતાડવામાં આવે છે.

કોર્ટે તિહાડ પ્રશાસનને કહ્યું કે અક્ષયની દયા અરજીનું તમે શું કર્યું તેની માહિતી તેમના વકીલને આપવી.

આ પહેલા બુધવારે લોક અભિયોજકે કહ્યું કે હે ચારે દોષીઓના બધાં જ ઉપાયો પૂરા થઈ ગયા છે. તેથી હવે તેમને નોટિસ જાહેર કરવાની જરૂર નથી. આ બાબતે ન્યાયાલયે કહ્યું કે સંવિધાનમાં જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને બીજા પક્ષને પણ સાંભળવું જોઇએ, તેથી દોષીઓને નોટિસ જાહેર કરવામાં આવે છે. ચારેય દોષીઓ પાસે હવે કોઇ જ કાયદાકીય વિકલ્પ બચ્યો નથી. અત્યાર સુધી આ મામલે દોષીઓને ફાંસી આપવા માટે ત્રણ વાર ડેથ વૉરંટ જાહેર થઈ ચૂક્યા હતા.

ચોથી વાર ડેથ વૉરંટ થયું જાહેર
ઉલ્લેખનીય છે કે ચારેય દોષીઓ (વિનય કુમાર શર્મા, પવન કુમાર ગુપ્તા, મુકેશ સિંહ અને અક્ષય કુમાર સિંગ)ને ફાંસી આપવા માટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ અત્યાર સુધી ત્રણ વાર જેથ વૉરંટ જાહેર કરી ચૂકી છે. તેમ છતાં કાયદાકીય અડચણોને કારણે ફાંસીની સજાનું અમલ કરવામાં આવી શક્યું નહીં. એવામાં નિર્ભયાના માતા-પિતાની અરજી પર હવે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ચોથી વાર ડેથ વૉરંટ જાહેર થયું છે.

delhi news new delhi Crime News