સલામતીની શોધમાં

23 December, 2012 04:56 AM IST  | 

સલામતીની શોધમાં

આ ઘટના ઝારખંડના ખુટી જિલ્લામાં બની હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે જિલ્લાના મનહુ ગામમાં લોકોએ પાંચ યુવાનોને જાનથી મારી નાખ્યા હતા. પોલીસે કહ્યું હતું કે ‘ભરત નામનો ગામનો માથાભારે યુવાન અને તેના સાથીઓ અવારનવાર ગામની મહિલાઓ અને યુવતીઓની છેડતી  કરતા હતા. ગઈ કાલે પણ તેમણે કેટલીક યુવતીઓ સાથે ગેરવર્તન કરતાં ગામના લોકો વિરોધ કર્યો

હતો. એ પછી ભરતના એક સાથીએ કેટલાંક ઘરોમાં આગ ચાંપવાનો પ્રયાસ કરતાં ગુસ્સે થયેલા લોકોએ પાંચે યુવાનોને પકડીને માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા પાંચે યુવાનોનાં બાદમાં મોત થયાં હતાં.’

ત્રિપુરામાં ગૅન્ગ-રેપ બાદ મહિલાને નગ્ન કરીને ઝાડ સાથે બાંધી દીધી


દેશભરમાં આક્રોશ છતાં પણ મહિલાઓ પર બર્બર અત્યાચારની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. ત્રિપુરામાં ૩૭ વર્ષની ગૃહિણીને ગૅન્ગ-રેપ બાદ નગ્ન કરીને ઝાડ સાથે બાંધી દેવામાં આવી હતી. આ ઘટના બુધવારે બની હતી. પોલીસે જણાવ્યું હતું કે ‘રાજ્યના બિશલગઢ શહેરમાં કેટલાક પુરુષોએ મહિલાને ઘરમાંથી બહાર ખેંચીને તેના પર બળાત્કાર કર્યો હતો. એ પછી જાહેરમાં તેને માર મારવામાં આવ્યો હતો તથા નગ્ન કરીને ઝાડ સાથે બાંધી દેવામાં આવી હતી. આ વખતે પાંચ વર્ષના બાળકની માતા એવી આ મહિલાને બચાવવાની કોઈએ હિંમત કરી નહોતી.’

ફરિયાદ થયા બાદ પોલીસે સાત માણસોની ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે આ ઘટનામાં મહિલાના પતિની ભૂમિકાની પણ તપાસ થઈ રહી છે.