નીતીશકુમારે કરી દીધી બિહાર માટે સ્પેશ્યલ સ્ટેટસની ડિમાન્ડ

10 December, 2012 09:12 AM IST  | 

નીતીશકુમારે કરી દીધી બિહાર માટે સ્પેશ્યલ સ્ટેટસની ડિમાન્ડ




બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે વડા પ્રધાન મનમોહન સિંહ પાસે તેમના રાજ્યને સ્પેશ્યલ સ્ટેટસ આપવાની ડિમાન્ડ કરી છે. તેમણે વડા પ્રધાનને કહ્યું છે કે તેમના રાજ્યને દેશનાં અન્ય રાજ્યોની સમકક્ષ થïવા માટે હજી ૩૦ વર્ષ જેટલો સમય લાગી જશે, કારણ કે તેમના રાજ્યની માથાદીઠ આવક એ દેશની સરેરાશ માથાદીઢ આવકના ત્રીજા ભાગની જ છે. આ સંજોગોમાં જો બિહારને સ્પેશ્યલ સ્ટેટસ મળી જશે તો એનો વિકાસ ઝડપી બની જશે અને રાજ્ય ઝડપથી વિકાસની દૃષ્ટિએ દેશનાં બીજાં રાજ્યોની સમકક્ષ થઈ જશે.