આ તો વેરની વસૂલાત, હું ટેલિકૉમ કૌભાંડના મૂળ સુધી પહોંચીને રહીશ - સ્વામી

04 October, 2011 08:59 PM IST  | 

આ તો વેરની વસૂલાત, હું ટેલિકૉમ કૌભાંડના મૂળ સુધી પહોંચીને રહીશ - સ્વામી

 

ક્રાઇમ બ્રાન્ચે સ્વામીના આ વર્ષના જુલાઈના અખબારી લેખ માટે ઇન્ડિયન પીનલ કોડની સેક્શન ૧૫૩એ હેઠળ કેસ નોંધ્યો છે. સિનિયર લોયર આર. કે. આનંદે આ સંદર્ભમાં સ્વામી સામે ફરિયાદ નોંધાવી હતી. નૅશનલ કમિશન ઑફ માઇનૉરિટીઝે ઑગસ્ટમાં સ્વામીએ લેખમાં કરેલી ટકોર બદલ તેમની સામે કેસ નોંધાવવાનું નક્કી કર્યું હતું.

હાર્વર્ડમાં અભ્યાસ કરીને અર્થશાjાના વિદ્વાન બનનાર સ્વામીને તેમની સામે કરેલા કેસના સંદર્ભમાં પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે સરકાર વેરની વસૂલાત કરી રહી છે. મારે લીધે કનીમોઝી અને રાજા જેલમાં ગયાં છે અને હું અટકીશ નહીં. હું મૂળ સુધી પહોંચીશ.’

શું લખ્યું હતું?

સુબ્રમણ્યમ સ્વામીએ એક અખબારના લેખમાં લખ્યું હતું કે ‘ભારતના હિન્દુઓએ સામૂહિક રીતે આતંકવાદી કૃત્યોનો જવાબ આપવો જોઈએ. આપણે હિન્દુઓ તરીકે સામૂહિક માઇન્ડસેટ સાથે આતંકવાદ સામે લડવું પડશે. જો કોઈ મુસ્લિમ હિન્દુના વારસાને સ્વીકારે છે તો આપણે તેને બૃહદ હિન્દુ તરીકે સ્વીકારવો જોઈએ જે હિન્દુસ્તાન છે. બીજા મુસ્લિમો અને રજિસ્ટ્રેશનની મદદથી ભારતીય નાગરિકો બનનારાઓ આને ન સ્વીકારે તો તેઓ ભારતમાં રહી શકે છે, પરંતુ મતાધિકાર વિના.’