દિલ્હી: ઘરમાં આવી કામવાળી બાઈ, 20 લોકોને થયું કોરોના, 750 ક્વૉરંટીન

06 June, 2020 12:56 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

દિલ્હી: ઘરમાં આવી કામવાળી બાઈ, 20 લોકોને થયું કોરોના, 750 ક્વૉરંટીન

કોરોનાવાયરસ

દેશની રાજધાનીમાં પિઝ્ઝા બૉયને કારણે કોરોના વાયરસના કેસ બાદ હવે ઘરમાં કામવાળી બાઈ એટલે કે હાઉસમેડને કારણે કોરોના મહામારીના પ્રસારના સમાચાર આવી રહ્યા છે. દિલ્હીના પ્રીતમપુરા વિસ્તારમાં એક ઘરમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે 20 લોકો કોરોના પૉઝિટીન આવ્યા છે. તો 750 લોકોને ક્વૉરંટાઇન કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ડીએમએ જણાવ્યું કે અહીં ગયા મહિને 24મેના રોજ પહેલો કોરોના કેસ સામે આવ્યો હતો. તેના પછી કેસ વધ્યા તો તરત જ આખો વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં કામ કરવા આવતી મહિલાને કારણે કોરોના સંક્રમણ ફેલાયું છે. આ મહિલાને કારણે પહેલા એક બાળક અને પછી ઘરના અન્ય સભ્યો સંક્રમિત થયા.

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાવાયરસ સંક્રમિતોનો આંકડો ઝડપથી વધતો જોવા મળે છે. દરરોજ COVID-19ના નવા કેસ મળવાથી સ્થિતિ વધારે ગંભીર થતી જાય છે. ગુરુવારે જ કોરોના વાયરસ સંક્રમણના 1369 કેસ સામે આવવાથી દિલ્હીની ચિંતા વધી. આ નવા કેસ સાથે જ રાજધાનીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 25004 પર પહોંચી છે. તો, આ વાયરસના સંક્રમણને કારણે અત્યાર સુધી 650 લોકોના મૃત્યુ થયા છે.

અહીં પીતમપુરમાં હાઉસમેડને કારણે 20 લોકો કોરોના પૉઝિટીવ થયા અને 750 લોકોને ક્વૉરંટીન થવાના મામલાએ સ્થિતિ વધારે ગંભીર કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીના પીતમપુરાના તરુણ એક્લેવમાં 20 લોકો કોરોના પૉઝિટીવ આવ્યા છે, જેના પછી 3 જૂનના આખા વિસ્તારને કંટેન્મેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે. જિલ્લાના ડીએમ પ્રમાણે, એક સાથે 20 કોરોના પૉઝિટીવ દર્દીઓના સામે આવ્યા પછી આ વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે. સાથે જ ઉત્તરી એમસીડીને વિસ્તાર સેનિટાઇઝ કરવાનું ટાસ્ક સોંપવામાં આવ્યું છે.

national news coronavirus delhi news covid19