કૅનેડાની સૌથી મોટી સોનાની ચોરીમાં સામેલ ભારતીય મૂળની બે વ્યક્તિની ધરપકડ

19 April, 2024 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪૦૦ કિલો વજનની ૬૬૦૦ સોનાની લગડીઓ અને ૨.૫ મિલ્યન કૅનેડિયન ડૉલર સાથેનું ઍર કાર્ગો કન્ટેનર સ્વિટ્ઝરલૅન્ડના ઝ્‍યુરિકથી ઍર કૅનેડાની ફ્લાઇટમાં ટૉરોન્ટો પહોંચતાં જ ગાયબ થઈ ગયું હતું.

પ્રતીકાત્મક તસવીર

કૅનેડાના ઇતિહાસમાં સોનાની સૌથી મોટી ચોરીમાં સામેલ ૬ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી બે વ્યક્તિ ભારતીય મૂળની છે. ગયા વર્ષે એપ્રિલમાં ટૉરોન્ટોના મુખ્ય ઍરપોર્ટ પરથી ૧ અબજ ૩૩ કરોડ રૂપિયાથી વધુનું સોનું અને વિદેશી ચલણ ચોરાઈ ગયું હતું. ૪૦૦ કિલો વજનની ૬૬૦૦ સોનાની લગડીઓ અને ૨.૫ મિલ્યન કૅનેડિયન ડૉલર સાથેનું ઍર કાર્ગો કન્ટેનર સ્વિટ્ઝરલૅન્ડના ઝ્‍યુરિકથી ઍર કૅનેડાની ફ્લાઇટમાં ટૉરોન્ટો પહોંચતાં જ ગાયબ થઈ ગયું હતું. આ ચોરીમાં ઍર કૅનેડાના બે ભૂતપૂર્વ કર્મચારીઓ સામેલ હતા જેમાંથી એક કસ્ટડીમાં છે અને બીજા માટે અરેસ્ટ વૉરન્ટ જારી કરવામાં આવ્યું છે. ભારતીય મૂળની અને ઑન્ટારિયોમાં રહેતી બે વ્યક્તિઓ પરમપાલ સિધુ અને અમિત જલોટા ઉપરાંત અમ્મદ ચૌધરી, અલી રઝા અને પ્રસથ પરમાલિંગમની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. ગુના વખતે પરમપાલ સિધુ ઍર કૅનેડામાં કામ કરતો હતો. પોલીસે એક કિલો સોનું અને ૩૪,૦૦૦ કૅનેડિયન ડૉલર રિકવર કર્યાં હતાં. ઍર કૅનેડાના ભૂતપૂર્વ કર્મચારી સિમરન પ્રીત પાનેસર, અર્ચિત ગ્રોવર અને વર્ષના અરસલાન ચૌધરીની શોધખોળ ચાલી રહી છે.

national news canada Crime News international news