16 ડિસેમ્બરઃ દિલ્હી ગેંગરેપના 2 વર્ષ, નિર્ભયાને ક્યારે મળશે ન્યાય?

16 December, 2014 10:17 AM IST  | 

16 ડિસેમ્બરઃ દિલ્હી ગેંગરેપના 2 વર્ષ, નિર્ભયાને ક્યારે મળશે ન્યાય?

ન માત્ર ભારત પણ વિશ્વભરમાં આ ઘટાનીની આકરી ટીકા થઈ.તેમ છતાં આજ સુધી પીડિતાના પરિવારને ન્યાય નથી મળ્યો.દિલ્હી ગૈંગ રેપના ચારેય દુષ્કર્મીઓને ફાંસીની સજા પર હાલ સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં માર્ચ 2014માં આ મામલો પહોચ્યા બાદ આજ સુધી માત્ર 3-4 મહત્વપૂર્ણ સુનાવણીઓ થઈ છે.પરંતુ હજુ સુધી કોઈ ઠોસ નિર્ણય આવ્યો નથી.

દુષ્કર્મીઓના વકીલ પોતાના મામલે સુનાવણી કોઈપણ પૂર્વાગ્રહના વિસ્તાર સાથે ઈચ્છે છે,પરંતુ પીડીતાના પરિવારજનો માટે ન્યાયનો ઈંતઝાર લાંબો થતો જાય છે.પીડિતાના પિતાનુ કહેવુ છે કે સરકાર જો આવી ઘટના અંગે અપરાધીઓને સ્પષ્ટ પાઠ ભણાવવાની ઈચ્છા રાખતી હોય તો મારી દિકરીના અપરાધીઓને તુરંત સજા અપાવે.રાજધાનીમાં રેડિયો ટેક્સી કપંની ઉબરના એક ડ્રાઈવર દ્વારા પાંચ ડિસેમબ્રના રોજ કરવામાં આવેલા ગૈંગ રેપ મામલે નિર્ભયાના પિતાએ કહ્યુ છે કે આવા કૃત્યો આચરનારાઓને કાયદાનો કોઈ ડર નથી રહ્યો.જો મારી દિકરીના ચારેય અપરાધીઓને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવે તો આવી ઘટના અંગે થોડો ડર ઉભો થશે અને અન્ય ઘટનાઓ થતી અટકશે.