સ્વતંત્રતા દિવસની ઉજવણી પર કોરોનાની અસર,ગૃહમંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી

24 July, 2020 04:53 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

સ્વતંત્રતા દિવસની ઉજવણી પર કોરોનાની અસર,ગૃહમંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી એડવાઇઝરી જાહેર કરી છે. આ બધા સરકારી ઑફિસ, રાજ્ય સરકાર અને રાજ્યપાલોને મોકલવામાં આવી છે. એડવાઇઝરીમાં સ્વતંત્રતા દિવસ પર સામુહિક આયોજનોથી બચવાની સલાહ આપવામાં આવે છે. આમાં કહેવામાં આવ્યું છે કે આઝાદીનું પર્વ ઉજવવા માટે ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવે. હોમ મિનિસ્ટ્રીએ આ સલાહ દેશમાં કોરોના વાયરસને કારણે વધતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

સંક્રમણનું જોખમ
એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણના જોખમને જોતાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન જેવા ઉપાયોનો સ્વીકાર કરવો પડશે. ભીડ એકઠી ન થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હોમ અને હેલ્થ મિનિસ્ટ્રીની પહેલાથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. વેબ કાસ્ટ દ્વારા સમારંભનું સીધું પ્રસારણ કરવામાં આવે.

રાજ્ય સરકારને સલાહ
રાજ્ય સરકારને સલાહ આપવામાં આવી છે કે કાર્યક્રમ માટે ડૉક્ટર્સ, બીજા હેલ્થ વર્કર્સ અને સફાઇ કર્મચારીઓને સન્માન આપવા માટે સમારંભમાં આમંત્રિત કરવા. એવો લોકો જેમણે કોરોનાને માત આપી છે, એટલે કે જે સંક્રમણ થયા પછી સ્વસ્થ થઈ ગયા છે, તેમને પણ સમારંભમાં બોલાવી શકાય છે.

national news independence day