દશેરા, દિવાળી અને છઠપૂજા માટે દોડશે 120 ફેસ્ટિવ સ્પેશિયલ ટ્રેન

04 September, 2020 08:22 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

દશેરા, દિવાળી અને છઠપૂજા માટે દોડશે 120 ફેસ્ટિવ સ્પેશિયલ ટ્રેન

ભારતીય રેલવે

દશેરા(Dashara), દિવાળી (Diwali)અને છઠ (chhatha pooja)પૂજાના અવસરે હાલ દોડતી મોટાભાગની સ્પેશિયલ (Special Train0 ટ્રેનોમાં વેઇટિંગ (Waiting list) લિસ્ટનો આંકડો 100ને પાર કરી ગયો હોવાને કારણે રેલવેએ નવી ટ્રેનો દોડાવાવની તૈયારી કરી લીધી છે. એક ન્યૂઝ એજન્સીને મળેલી માહિતી પ્રમાણે રેલવે 120 ફેસ્ટિવ (Festive Special Trains) સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની યોજના કરે છે પણ કોરોના (Corona Pendemic) મહામારીને કારણે અત્યાર સુધી મહારાષ્ટ્ર (Maharashtra) અને પશ્ચિમ (West Bengal) બંગાળની રાજ્ય (State Government) સરકારોએ પોતાના રાજ્ય માટે પરવાનગી આપી નથી.

શું છે રેલવેના દશેરા, દિવાળી અને છઠ પૂજા માટેના પ્લાન
120 ફેસ્ટિવ સ્પેશિયલ ટ્રેન ચલાવવાની યોજના છે. ત્યારે હાલ ટ્રેનોમાં લાગેલી લાંબી વેઇટિંગ લિસ્ટને કારણે દશેરા, દિવાળી અને છઠ માટે ભારે ડિમાન્ડ નીકળી છે.

ફેસ્ટિવ ડિમાન્ડ પૂરી કરવા માટે રેલવે 120 સ્પેશિયલ ટ્રેનો દોડવાશે. મુંબઇ, કોલકત્તા, લખનઉ, પટના, દિલ્હી રૂટ્સ પર સ્પેશિયલ ટ્રેનો દોડશે. હાલ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારો સાથે વાતચીત થઈ રહી છે. ફેસ્ટિવ સ્પેશિયલ ટ્રેનો દોડાવવા માટે એસઓપી ચાલું રહેશે. ગૃહમંત્રાલયમાંથી ટૂંક સમયમાં જ પરવાનગીની આશા છે.

અનલૉક 4 અંતર્ગત 100 નવી સ્પેશિયલ ટ્રેન દોડાવવાની તૈયારીમાં રેલવે
ભારતીય રેલવે અનલૉક 4 હેઠળ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. રેલવે 100ની નજીક નવી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની તૈયારી કરે છે. આ માટે રેલવે રાજ્યો સાથે વિચાર-વિમર્શ કરે છે. ગૃહમંત્રાલયમાંથી લીલી ઝંડી મળ્યા પછી આ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. જણાવવાનું કે દેશમાં આજથી અનલૉક 4 શરૂ થઈ ગયું છે. હાલ રેલવે સ્પેશિયલ ટ્રેનના નામે 230 એક્સપ્રેસ ટ્રેન દોડાવે છે જેમાં 30 રાજધાની પણ સામેલ છે.

જે 100 ટ્રેનો ચલાવવાની તૈયારી છે, તેમને પણ સ્પેશિયલ ટ્રેન નામ જ આપવામાં આવશે. આ ટ્રેનો ઇન્ટરસ્ટેટ અને ઇન્ટ્રાસ્ટેટ દોડશે. જેથી યાત્રીઓની ભીડને કન્ટ્રોલ કરી શકાય અને કોરોના કાળમાં પ્રવાસીઓ સુરક્ષિત પ્રવાસ કરી શકે.

indian railways national news