આસામમાં ધોધમાર વરસાદ બાદ પૂરઃ 12નાં મોત, 38,000 લોકો બેઘર

26 June, 2020 07:11 AM IST  |  Dibrugarh | Agencies

આસામમાં ધોધમાર વરસાદ બાદ પૂરઃ 12નાં મોત, 38,000 લોકો બેઘર

ભારે વરસાદને કારણે આસામના તીનસુકિયા જિલ્લામાં નદી પરના બ્રિજને થયેલું નુકસાન.

આસામમાં ધોધમાર વરસાદ બાદ આવેલા પૂરથી હાલાત બદથી બદતર થઈ જઈ રહી છે. બુધવારે આવેલા પૂરને પગલે વધુ એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અત્યાર સુધી પ્રદેશના પાંચ અલગ-અલગ જિલ્લાના ૩૮,૦૦૦ લોકો પ્રભાવિત થયા છે. સિવનગર જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું છે, આની સાથે જ પ્રદેશમાં આ વર્ષે પૂરને કારણે ૧૨ લોકોનાં મોત થયાં છે. આસામ રાજ્ય ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ નિગમ તરફથી અપાયેલી જાણકારી મુજબ પૂરથી પ્રદેશમાં ધેમજી, જોરહાટ, મજૂલી, સિવનગર, ડિબ્રૂગઢમાં ૩૮,૦૦૦ લોકો પ્રભાવિત થયા છે.

પૂરથી સૌથી વધુ લોકો ધેમજીમાં પ્રભાવિત થયા છે, જ્યાં ૧૫,૦૦૦ લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે ડિબ્રૂગઢમાં ૧૧,૦૦૦ લોકો પૂરથી પ્રભાવિત થયા છે, જ્યારે સિવનગરની વાત કરીએ તો અહીં ૧૦,૦૦૦ લોકો પ્રભાવિત થયા છે. મંગળવારે પૂર પ્રભાવિત લોકોની સંખ્યા ૩૭,૦૦૦ હતી, પરંતુ મજૂલીમાં પણ પૂર આવવાથી આ આંકડો વધી ગયો છે. પૂરના કારણે ૧૦૨ ગામ ડૂબી ગયાં છે, જ્યારે ૫૦૩૧ હેક્ટર ખેતર બરબાદ થઈ ચૂક્યાં છે. પ્રશાસન ૨૭ રાહત કૅમ્પ ચલાવી રહ્યું છે, જ્યાં ૧૦૮૧ લોકોને રાખવામાં આવ્યા છે.

assam national news