15 October, 2025 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ટેક્નૉલૉજીની બાબતમાં આત્મનિર્ભરતા તરફના કદમથી Zohoની પૉપ્યુલરિટી ખૂબ ઝડપથી વધી રહી છે. હવે ભારતના કેન્દ્રીય કર્મચારીઓની ઈ-મેઇલની સિસ્ટમમાં મોટો બદલાવ આવ્યો છે. વડા પ્રધાનના કાર્યાલય સહિત કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓની ઈ-મેઇલનું હવે Zoho Corpotarion દ્વારા બનાવેલા પ્લૅટફૉર્મ પર ટ્રાન્ઝિશન કરી દેવામાં આવ્યું છે.
આ પહેલાં એજ્યુકેશન મંત્રાલયે ત્રીજી ઑક્ટોબરે તમામ અધિકારીઓને Zoho suite અપનાવવાનો આદેશ આપ્યો હતો. ટેક્નૉલૉજીના મામલે આત્મનિર્ભરતા ઉપરાંત ડેટા પ્રોટેક્શન માટે પણ આ મહત્ત્વનું પગલું છે. અધિકારીઓએ ડેટા પ્રાઇવસી અને સાઇબર સુરક્ષાના મુદ્દે NIC અને કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમ ઇન્ડિયાની સાથે મળીને સમીક્ષા કરી હતી. ડેટા સેફ્ટીની સુનિશ્ચિતતા માટે નિયમિત સૉફ્ટવેઅર ક્વૉલિટી સિસ્ટમ (SQS) દ્વારા ઑડિટ કરવામાં આવશે.