પાકિસ્તાનમાંથી વિસ્થાપિત થયેલા 11 હિંદુઓના શબ અને સુસાઇડ નોટ મળી...

09 August, 2020 10:09 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

પાકિસ્તાનમાંથી વિસ્થાપિત થયેલા 11 હિંદુઓના શબ અને સુસાઇડ નોટ મળી...

પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાનના જોધપુરમાં હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં દેચૂ પોલીસ્ટેશન વિસ્તારના હરિદાસોતાં ગામ પાસે એક સાથે 11 લોકોના શબ મળવાથી હડકંપ મચ્યો છે. આ 11 જણમાં ચાર મહિલાઓ, બે બાળકો અને 5 પુરુષોના મૃતદેહ સામેલ છે. ઘટના સ્થળે સુસાઇડ નોટ પણ મળી છે.

આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસન અલર્ટ થઈ ગયું અને ઘટના સ્થળે અધિકારી પહોંચ્યા. આ સિવાય ફૉરેન્સિક તપાસ માટે ટીમ બોલાવવામાં આવી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 11 જણના શબ મળ્યા છે. ઘટનાસ્થળે એફએસએલની ટીમ બોલાવવામાં આવી છે. આ બધા મૃતક લોકો એક જ રૂમમાં સૂઈ રહ્યા હતા.

આ 11 લોકો પાકિસ્તાની શરણાર્થી કહેવામાં આવી રહ્યા છે. આ બધાં ત્યાં ખેતી કામ કરતાં હતા. પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા લોકો માટે કામ કરતાં સંગઠનના નેતા હિંદૂ સિંહ સોઢા પણ લોડતા હરિદાસોતા ગામ પહોંચવાના છે.

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આ ઘટના અંગે ટ્વીટ કરતાં લખ્યું છે :

જણાવવાનું કે ઘટનાસ્થળે ગ્રામીણોની ભીડ એકઠી થઈ. આ પાકિસ્તાની શરણાર્થીઓમાં એક વ્યક્તિ બહારની નિવાસી હતી, પોલીસ તેને પૂછપરછ કરી રહી છે. આ સિવાય પોલીસ મૃતકોના પરિવારજનોની પણ પૂછપરછ કરી રહી છે.

pakistan national news jodhpur rajasthan