રાજસ્થાનની ચંબલ નદીમાં હોડી ઊંધી વળતાં ૧૧નાં મોત

17 September, 2020 01:36 PM IST  |  Mumbai | Agencies

રાજસ્થાનની ચંબલ નદીમાં હોડી ઊંધી વળતાં ૧૧નાં મોત

હોડીની ક્ષમતા ૨૫ જણને લઈ જવાની હતી જેમાં ૪૦ કરતાં વધુ લોકો સવાર હતા.

રાજસ્થાનના બુંદી જિલ્લામાં આવેલી ચંબલ નદીમાં ગઈ કાલે ૪૦ દર્શનાર્થીને લઈ જતી હોડી ઊંધી વળી જતાં લગભગ ૧૧ માણસો માર્યા ગયા હતા. પોલીસે વધુમાં ઉમેર્યું હતું કે આ દુર્ઘટના કોટાની હદમાં આવેલા ખાટોલી પોલીસ સ્ટેશનના ઢીબ્રી ચંબલ વિસ્તારમાં બની હતી. લગભગ ૨૪ જણાને બચાવી લેવામાં આવ્યા છે.
બુંદી જિલ્લામાં ઇન્દ્રગઢ વિસ્તારમાં આવેલા મંદિરમાં દર્શનાર્થે લગભગ ૪૦ કરતાં વધુ ભક્તોને લઈ જતી બોટ ગઈ કાલે સવારે પોણા નવ વાગ્યાના સુમારે કોટા જિલ્લામાં ખાટોલી પોલીસ સ્ટેશન હેઠળ આવતી ચંબલ નદીમાં ઊંધી વળી ગઈ હતી, એમ કોટા ગ્રામીણના સુપરિટેન્ડન્ટ ઑફ પોલીસ શરદ ચૌધરીએ જણાવ્યું હતું.
હોડીની ક્ષમતા ૨૫ જણને લઈ જવાની હતી જેમાં ૪૦ કરતાં વધુ લોકો સવાર હતા.

national news rajasthan