ગૂગલ 1 વર્ષમાં ભારતમાં ૧૦૦ રેલવે-સ્ટેશનોમાં ફ્રી વાઇ-ફાઇ ઇન્ટરનેટ આપશે

17 December, 2015 03:54 AM IST  | 

ગૂગલ 1 વર્ષમાં ભારતમાં ૧૦૦ રેલવે-સ્ટેશનોમાં ફ્રી વાઇ-ફાઇ ઇન્ટરનેટ આપશે


ગઈ કાલે તેમણે જાહેરાત કરી કે આવતા વર્ષના ડિસેમ્બર સુધીમાં એટલે કે એક વર્ષમાં ગૂગલ ભારતનાં ૧૦૦ રેલવે-સ્ટેશનોને વાઇ-ફાઇ આધારિત ફ્રી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડશે. આ માટે એણે ભારતીય રેલવેની ટેલિકૉમ પાંખ એવી રેલટેલ સાથે જોડાણ કર્યું છે. એ અંતર્ગત હમણાં જાન્યુઆરી મહિનામાં જ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ઇન્ટરનેટથી જોડાઈ જશે. આગામી સમયમાં ગૂગલ ભારતનાં કુલ ૪૦૦ રેલવે-સ્ટેશનોને વાઇ-ફાઇ ઇન્ટરનેટથી જોડવાનું છે. આજે પિચાઈ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળશે. એટલું જ નહીં, તેઓ દિલ્હીની શ્રીરામ કૉલેજના વિદ્યાર્થીઓ સાથે એક ક્વેન-આન્સર સેશન પણ યોજશે.