કેરલાના કોઝીકોડમાં પૅસેન્જર ટ્રેનમાંથી જિલેટિનની ૧૦૦ સ્ટિક જપ્ત કરાઈ

27 February, 2021 12:08 PM IST  |  Kozhikode | Gujarati Mid-day Correspondent

કેરલાના કોઝીકોડમાં પૅસેન્જર ટ્રેનમાંથી જિલેટિનની ૧૦૦ સ્ટિક જપ્ત કરાઈ

પ્રતીકાત્મક તસવીર

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચૅરમૅન મુકેશ અંબાણીના નિવાસસ્થાન પાસેથી વિસ્ફોટક જિલેટિન ભરેલી સ્કૉર્પિયો કાર મળી આવતાં દેશભરમાં સનસનાટી મચી ગઈ હતી. આ ઘટનાની હજી તપાસ આરંભાઈ જ છે ત્યાં કેરલામાંથી એક ટ્રેનમાંથી મહિલા પાસેથી જિલેટિન સ્ટિક અને ડિટોનેટરનો જથ્થો મળી આવતાં હડકંપ મચી  ગયો હતો.

કેરલાના કોઝીકોડ રેલવે-સ્ટેશન પરથી એક પૅસેન્જર ટ્રેનમાં વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો છે. રેલવે સુરક્ષા બળે ટ્રેનમાંથી એક મહિલા પાસેથી અધધધ ૧૦૦થી પણ વધારે જિલેટિન સ્ટિક અને ૩૫૦ જેટલાં ડિટોનેટર્સ જપ્ત કર્યાં છે.

ટ્રેનમાં આટલી મોટી માત્રામાં વિસ્ફોટક મળી આવતાં પોલીસે એ મહિલાની ધરપકડ કરી છે. મહિલા તામિલનાડુ જઈ રહી હતી. ટ્રેનમાં મહિલાની સીટ નીચેથી આ વિસ્ફોટક મળી આવ્યા હતા. મહિલાએ વિસ્ફોટક કૂવો ખોદવા માટે લીધા હોવાનું જણાવ્યું હતું.

national news kerala