ટ્રેનના સ્લીપર કોચમાં ફરતો જોવા મળ્યો વિશાળ અજગર

01 November, 2025 05:53 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

મુસાફરોમાં અફરાતફરી મચતાં ટ્રેનને તાત્કાલિક રોકવામાં આવી, કોચ ખાલી કરીને વનવિભાગે અજગર પકડ્યો

ટ્રેનના સ્લીપર કોચમાં ફરતો જોવા મળ્યો વિશાળ અજગર

ચેન્નઈથી હાવડા જઈ રહેલી હાવડા મેલ ટ્રેનમાં સ્લીપર કોચમાં વૉશ બેસિન પાસે મુસાફરોને ૧૦ ફુટ લાંબો અજગર જોવા મળ્યો હતો. અજગર વૉશ બેસિનની નીચેથી નીકળીને અગ્નિશમન માટેના‌ સિલિન્ડર પરથી ટ્રેનના મુખ્ય ગેટ પર ચડવાની કોશિશ કરી રહ્યો હતો. એ જોઈને ડરના માર્યા મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી. કોઈકે ડાહ્યા થઈને ઇમર્જન્સી ચેન ખેંચતાં ટ્રેન તરત રોકાઈ ગઈ હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને વનવિભાગની ટીમે કોચને ખાલી કરાવ્યો હતો અને મુસાફરોને બીજા કોચમાં શિફ્ટ કર્યા હતા. ત્યાર બાદ અજગરને પકડતાં અડધો કલાક લાગ્યો હતો. રેલવે-અધિકારીઓનું કહેવું છે કે ટ્રેન જ્યારે જંગલના રસ્તેથી પસાર થઈ રહી હશે ત્યારે જ એ ટ્રેનમાં ઘૂસી ગયો હશે. ચેન્નઈથી હાવડા વચ્ચે ગાઢ જંગલનો કેટલોક વિસ્તાર આવે છે.’

chennai train accident railway protection force western railway indian railways national news