આંધ્ર પ્રદેશમાં દારૂની જગ્યાએ સૅનિટાઇઝર પીવાથી 10નાં મોત

01 August, 2020 10:35 AM IST  |  Amravati | Agencies

આંધ્ર પ્રદેશમાં દારૂની જગ્યાએ સૅનિટાઇઝર પીવાથી 10નાં મોત

પ્રતીકાત્મક તસવીર

આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાના કુરિચેડુ ગામમાં હેન્ડ સૅનિટાઇઝર પીવાથી ૧૦ લોકોનાં મોત થયાં હતાં. એસપી સિદ્ધાર્થ કૌશલે શુક્રવારે જણાવ્યું કે આ લોકો છેલ્લા અમુક દિવસોથી સોફ્ટ ડ્રિન્કમાં સૅનિટાઇઝર મિક્સ કરીને પીતા હતા. લૉકડાઉનમાં દારૂ ન મળવાના લીધે તેઓ આવું કરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ ચાલુ છે. મૃતકોના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે આ લોકો છેલ્લા ૧૦ દિવસથી સૅનિટાઇઝર પી રહ્યા હતા.

પંજાબમાં ઝેરી દારૂ પીવાના કારણે 21 લોકોનાં મોત

પંજાબનાં અમૃતસર, બટાલા અને તરનતારનમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી ૨૧ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. પોલીસે ઝેરી દારૂ બનાવનારાઓની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસ સ્ટેશન તરસિક્કના એસએચઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે એસઆઇટી બનાવવામાં આવી છે જે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ ઘટના વિશે જાણકારી આપતાં ડીજીપી દિનકર ગુપ્તાએ કહ્યું કે પહેલાં ૫ મોત ૨૯ જૂનની રાતનાં અમૃતસર ગ્રામીણનાં પોલીસ સ્ટેશન તરસિક્કમાં મુચ્છલ અને તંગ્રાથીમાં થયાં હતાં.

૩૦ જુલાઈની સાંજે મુચ્છલમાં સંદિગ્ધ પરિસ્થિતિઓમાં વધુ ૨ લોકોનાં મોત થયાં હતાં. ત્યારબાદ વધુ ૨ મોત મુચ્છલમાં થયાં, જ્યારે ૨ લોકોનાં મોત બટાલા શહેરમાં થયાં હતા.

chandigarh amravati national news andhra pradesh