દિલ્હી આગમાં મૃતકોના પરીવારજનોને 10-10 લાખનું વળતર અપાશે : CM કેજરીવાલ

08 December, 2019 04:28 PM IST  |  Delhi

દિલ્હી આગમાં મૃતકોના પરીવારજનોને 10-10 લાખનું વળતર અપાશે : CM કેજરીવાલ

અરવિંદ કેજરીવાર ઇજાગ્રસ્તોને મળવા હોસ્પિટલ પહોંચ્યા (PC : ANI)

દિલ્હીમાં ઝાંસી રોડ બજારમાં રવિવારે લાગેલી ભયાનક આગમાં 43 લોકો ઉંઘમાં જ ભડથું થઇ ગયા હતા. જોકે આ ઘટનામાં 65 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ઘટના બાદ દિલ્હીની મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મૃતરોના પરિવારજનોને 10-10 લાખ અને ઇજાગ્રસ્તોને 1-1 લાખના વળતરની જાહેરાત કરી હતી. એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છેજેમે લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલ અને લેડી હોર્ડિંગ હોસ્પિટલ માટે રિફર કરવામાં આવ્યા છે.



ઘટનાને પહલે મુખ્યપ્રધાન કેજરીવાલે આ અકસ્માતની મેજિસ્ટ્રેટ તપાસના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે
7 દિવસમાં રિપોર્ટ આપવામાં આવે અને કહ્યું હતું કે આગની ઘટનાના દોષીઓ પર સખત કાર્યવાહી કરવામાં આવશે. ઘટના સ્થળેથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એલએનજેપી હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા હતા.

આ પણ વાંચો : દિલ્હીમાં 22 વર્ષ બાદ બની મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં આગ લાગતા 43 લોકો ભડથું

ભાજપ મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયા આપશે
ઘટનાસ્થળે પહોંચેલી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું 'આ દર્દનાક સમાચાર છે. અત્યારે કોણ જવાબદાર છે કહી ન શકાય. તપાસ રિપોર્ટની રાહ જોઇ જોઇએ. અમે આ દુખદ ઘડીમાં વેદના વ્યક્ત કરીએ છીએ. અમે પીડિત પરિવાર સાથે ઉભા છીએ. અમે પાર્ટી તરફથી મૃતક પરિવારો માટે 5-5 લાખ રૂપિયા આપીશું અને ઇજાગ્રસ્તોને 25-25 હજાર રૂપિયાની મદદની જાહેરાત કરીએ છીએ.

delhi arvind kejriwal