દિલ્હીમાં લાગેલા ૧.૪૦ લાખ ચીની CCTV કૅમેરા હટાવવામાં આવશે

03 April, 2026 11:55 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

સંવેદનશીલ સ્થળોનાં લાઇવ વિડિયો ફુટેજ પાકિસ્તાન જઈ રહ્યાં હોવાનો દાવો

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીના PWD પ્રધાન પ્રવેશ સાહિબ સિંહે દિલ્હીના રોડ પર લાગેલા ૧.૪૦ લાખ ચાઇનીઝ CCTV કૅમેરા હટાવવાનો આદેશ આપ્યો છે. આ પગલું રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટા જાસૂસીના જોખમને ઘટાડવા માટે લેવાઈ રહ્યું છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘દિલ્હીમાં PWDએ ચીની ચિપસેટવાળા ઇન્ટરનેટ કનેક્ટેડ ૨,૭૪,૩૮૯ CCTV કૅમેરા લગાવ્યા છે. એમાંથી ૧.૪૦ લાખ કૅમેરા હિકવિઝન નામની ચીની કંપનીના છે જે આમ આદમી પાર્ટીની સત્તા વખતે લગાવવામાં આવ્યા હતા.’

થોડા સમય પહેલાં દિલ્હી અને ગાઝિયાબાદમાં જોડાયેલા જાસૂસી રૅકેટનો ખુલાસો થયો હતો એ પછી CCTV સિસ્ટમની સુરક્ષા પર સવાલ ઊઠ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે સંવેદનશીલ જગ્યાઓ પર લગાવેલા કૅમેરાનું લાઇવ ફુટેજ સીમા પાર પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યું હતું. એ પછી કેન્દ્ર સરકારે દેશભરમાં CCTV નેટવર્કની તપાસ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.

national news india delhi news new delhi pakistan china