અટકેલા મહિલા આરક્ષણ બિલ પર રાજ્યસભામાં મહિલા સાંસદો થઈ એક

04 January, 2019 09:05 PM IST  | 

અટકેલા મહિલા આરક્ષણ બિલ પર રાજ્યસભામાં મહિલા સાંસદો થઈ એક

મહિલા આરક્ષણ મુદ્દો રાજ્યસભામાં ફરી એકવાર ગૂંજ્યો

સંસદ અને વિધાનસભાઓમાં મહિલાનો 33% આરક્ષણનો મુદ્દો શુક્રવારે 9 વર્ષ પછી છે. આ દરમિયાન બધીજ રાજકીય પાર્ટીઓની મહિલાઓ સાંસદોને પાર્ટી લાઈનથી ઉપર ઉઠીને એક થઈને સરકારને લોકસભામાં બાકી બીલને પાસ કરવવા અપીલ કરી છે. એમા એવા રાજકીય દળોની મહિલાઓ સામેલ છે આ બીલ પાસ કરવાના વિરોધમાં હોય. આ બીલ 2010માં રાજ્યસભામાંથી પાસ થયું હતું જો કે લોકસભામાં હજુ પણ પેન્ડીંગ છે

મહિલાઓને આરક્ષણ આપનારા બીલને લઈને રાજ્યસભાની 11 મહિલા સદસ્યોએ ગુરૂવારે સભાપતિ વૈંકેયા નાયડુને મળીને ચર્ચા કરવાની માગ કરી છે. જેમા સપા અને આરજેડી જેવી રાજકીય પક્ષોની મહિલા સાસંદો સામેલ છે. શુક્રવારે શુન્યકાળમાં સભાપતિએ મહિલા સાસંદોની માગ પર ચર્ચા કરવા અનુમતિ આપી હતી. લોકસભામાં બાકી મહિલા આરક્ષણ બીલને તરતજ પસાર કરવામાં આવે તેવી મહિલા સાસંદોએ માગ કરી. લોકસભામાં સરકારની બહુમતિ હોય તો સરકારની જ જવાબદારી બને છે બીલને પાસ કરાવવાની.

રાજ્યસભામાં મહિલા આરક્ષણ પર થયેલી ચર્ચાની શરૂઆત સપાની સાંસદ જયા બચ્ચને કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યુ હતુ કે મહિલા આરક્ષણને લઈને તેમની પાર્ટી વિરોધમાં નથી. પરંતુ તે ઈચ્છે છે કે સાંસદ અને વિધાનસભાઓમાં ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા માટે SC-ST અને OBCની મહિલાઓને પણ આરક્ષણમાં ભાગીદારી આપવામાં આવે.

કોંગ્રેસે પણ મહિલા આરક્ષણનું સમર્થન કર્યું છે. પાર્ટીની વરિષ્ઠ મહિલા સાંસદ વિપ્લવ ઠાકુરે કહ્યું હતું કે દેશની મહિલાઓ હવે પુરૂષોના સમકક્ષ ચાલવા ઈચ્છે છે. એવામાં તેમને રાજકારણમાં પણ ભાગીદારી મળવી જોઈએ. આ ચર્ચામાં તૃણમૂલ, ડીએમકે અને અનામૃદ્રક જેવા પક્ષો પણ જોડાયા હતા.

venkaiah naidu jaya bachchan Lok Sabha Rajya Sabha