બાળ ઠાકરેને ટાર્ગેટ કરવા સહેલું હોવાનું હેડલીએ કહ્યું હતું : રાહુલ

25 November, 2012 03:43 AM IST  | 

બાળ ઠાકરેને ટાર્ગેટ કરવા સહેલું હોવાનું હેડલીએ કહ્યું હતું : રાહુલ

બંગલામાં તેણે ૧૫ મિનિટ રહીને ફોટા પણ પાડ્યા હતા. એટલું જ નહીં, માતોશ્રીમાંની ઝેડ પ્લસ સિક્યૉરિટીમાં રહેલી ત્રુટિઓને પણ તેણે શોધી કાઢી હતી અને બાળાસાહેબ તો એકદમ સહેલું ટાર્ગેટ છે એવું ડેવિડ હેડલીએ મને કહ્યું હતું.

આવી સ્ફોટક માહિતી દિગ્દર્શક મહેશ ભટ્ટના પુત્ર રાહુલ ભટ્ટે પોતાની બુક ‘હેડલી ઍન્ડ આઇ’માં લખી છે. હેડલી મુંબઈમાં હતો ત્યારે રાહુલ તેનો જિમ-ઇન્સ્ટ્રક્ટર હતો. રાહુલે તેની બુકમાં હેડલીને લગતી અનેક વિગતો લખી છે. મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં તપાસ દરમ્યાન ડેવિડ હેડલીનો પણ હાથ હોવાનું બહાર આવ્યા પછી પોલીસે હાથ ધરેલી તપાસ દરમ્યાન ફોન-કૉલ્સમાં રાહુલનો નંબર બહાર આવતાં પોલીસે તેને પણ પૂછપરછ માટે તાબામાં લીધો હતો.