સુપ્રીમ કોર્ટમાં પ્રણવ મુખરજી વિરુદ્ધની સંગમાની અરજી પરનો ચુકાદો અનામત

22 November, 2012 05:55 AM IST  | 

સુપ્રીમ કોર્ટમાં પ્રણવ મુખરજી વિરુદ્ધની સંગમાની અરજી પરનો ચુકાદો અનામત

મુખરજી સામેની સંગમાની અરજી પર સુનાવણી કરી શકાય કે નહીં એ વિશે સુપ્રીમ કોર્ટ હવે પાંચમી ડિસેમ્બરના રોજ ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અલ્તમસ કબીરના વડપણ હેઠળની પાંચ જજોની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. સંગમા વતી પીઢ વકીલ રામ જેઠમલાણીએ દલીલો કરી હતી. સંગમાએ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે પ્રણવ મુખરજી ગેરલાયક હોવાનો આક્ષેપ કર્યો છે. સંગમાનો દાવો છે કે મુખરજીએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેઓ બે સરકારી પદ પર ફરજ બજાવતા હતા. આ તરફ મુખરજીએ સંગમાનો દાવો નકાર્યો છે. મુખરજી વતી સિનિયર વકીલ હરીશ સાલ્વે અને ઍટર્ની જનરલ જી. ઈ.વહાણવટી રજૂઆત કરી રહ્યા છે.