75 વર્ષીય માતા સાથે EDની પૂછપરછમાં પહોંચ્યા રોબર્ટ વાડ્રા

12 February, 2019 11:24 AM IST  | 

75 વર્ષીય માતા સાથે EDની પૂછપરછમાં પહોંચ્યા રોબર્ટ વાડ્રા

માતા મૌરીન વાડ્રા સાથે રોબર્ટ વાડ્રા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રા આજે ફરી ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થયા છે. જો કે આ પૂછપરછ પહેલા રોબર્ટ વાડ્રાએ ફેસબુક પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે ઈડી સામે પોતાની માતા મૌરીન વાડ્રા સાથે પૂછપરછમાં જતા પહેલા કરી છે.

રોબર્ટ વાડ્રાએ ફેસબુક પર પોતાના માતા સાથેનો ફોટો પોસ્ટ કરીને લખ્યું,'હું મારી 75 વર્ષીય માતા સાથે જયપુરમાં ઈડી સમક્ષ હાજર થવા આવ્યો છું. સમજાતુ નથી કે સરકાર કેમ એક વરિષ્ઠ નાગરિક સામે બદલાની ભાવનાથી કામ કરી રહી છે. એ મહિલા સાથે, જેમણે પોતાના પરિવારના ત્રણ-ત્રણ લોકોને ગુમાવ્યા છે. કાર દુર્ઘટનામાં તેમની બહેન અને ડાયાબિટિઝથી તેમના ભાઈ-પિતાનું નિધન થયું છે.'

 

સાથે જ રોબર્ટ વાડ્રાએ મોદી સરકાર અને પ્રવર્તન નિર્દેશાલયની નિષ્ઠા સામે સવાલ ઉઠાવતા લખ્યું કે સતત ત્રણ દિવસ દિલ્હીમાં ED હેડક્વાર્ટરમાં પૂછપરછ થઈ ચૂકી છે. જો કોઈ કેસ બને છે, અને કાયદેસર છે તો સરકારને 4 વર્ષ 8 મહિના કેમ લાગી ગયા ? ચૂંટણી પ્રચાર શરૂ થવાના એક મહિના પહેલા જ કેમ પૂછપરછ માટે બોલાવ્યા ? શું તેઓ એમ વિચારે છે કે લોકો ચૂંટણીને આની સાથે નહીં જોડે ?

આ પણ વાંચોઃ જાણો EDની પૂછપરછમાં રોબર્ટ વાડ્રાએ શું કહ્યું

વાડ્રાનું કહેવું છે કે તેઓ કાયદાનું સન્માન કરે છે અને સત્ય જરૂર સામે આવશે. તેમણે બ્લોગમાં લખ્યું છે,'તેઓ કાયદાનું પાલન કરનાર વ્યક્તિ છે. કલાકો પૂછપરછનો સામનો કરવાની તાકાત છે, કારણ કે મારી પાસે છુપાવવા માટે કશું જ નથી. હું દરેક સવાલનો સન્માન સાથે જવાબ આપી શકું છું. આ સમય પણ ટૂંક સમયમાં પસાર થઈ જશે, પરંતુ જતા જતા મજબૂત કરતો જશે. આખરે સત્ય સામે આવશે. ઈશ્વર અમારી સાથે છે.'

robert vadra national news