ફોટોવાળું ડેબિટ કાર્ડ આપવા આરબીઆઇની બૅન્કોને સૂચના

13 December, 2012 05:30 AM IST  | 

ફોટોવાળું ડેબિટ કાર્ડ આપવા આરબીઆઇની બૅન્કોને સૂચના

આરબીઆઇએ કહ્યું હતું કે ‘ગુમ થયેલા કે ચોરી થયેલા કાર્ડના દુરુપયોગના વધી રહેલા કિસ્સાઓ જોતાં બૅન્કોએ આ પદ્ધતિ અથવા તો અન્ય પદ્ધતિ સમયાંતરે વિકસિત કરવી જોઈએ. દેશમાં અત્યારે કુલ ૩૧ કરોડ ડેબિટ કાર્ડ આપવામાં આવ્યાં છે. બૅન્કના અંકુશમાં રહેલી સિસ્ટમની ખામીને કારણે જો કાર્ડહોલ્ડરને નુકસાન થાય તો એની ભરપાઈ બૅન્કે જ કરવી જોઈએ. ડેબિટ કાર્ડ પૂરતું સુરક્ષિત રહે એની કાળજી બૅન્કોએ રાખવી જોઈએ. વળી કસ્ટમર પોતાનું કાર્ડ ખોવાયું, એની ચોરી થઈ કે પછી પૈસાની ચુકવણીમાં ખોટી રીતે વપરાયું એની માહિતી ગમે ત્યારે આપી શકે એવી વ્યવસ્થા રાખવી જોઈએ. કાર્ડ ગુમ કે ચોરી થવાની ફરિયાદ મળ્યાં પછી એનો વધુ ઉપયોગ ટાળવા માટેના તમામ પ્રયત્નો પણ બૅન્કોએ કરવા જોઈએ.’