૧૦ બૅન્કોના વિલયના વિરોધમાં ૨૨ ઑક્ટોબરે દેશવ્યાપી હડતાળ

21 October, 2019 10:17 AM IST  | 

૧૦ બૅન્કોના વિલયના વિરોધમાં ૨૨ ઑક્ટોબરે દેશવ્યાપી હડતાળ

નવી દિલ્હી : (જી.એન.એસ.) દિવાળી પહેલાં ત્રણ દિવસો સુધી બૅન્કિંગ સેવા બંધ રહેવાને કારણે વ્યાવસાયિક કામકાજની સાથે સાથે ખરીદારી કરનારા લોકોની પ્લાનિંગ ફેલ થઈ શકે છે. કારણ કે બૅન્કોએ એક વાર ફરી ૧૦ બૅન્કોના વિલયના વિરોધમાં ૨૨ ઑક્ટોબરે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.

ત્યારે અખિલ ભારતીય બૅન્ક કર્મચારી સંઘ અને ભારતીય બૅન્ક કર્મચારી મહા સંઘે ૨૨મી ઑક્ટોબરે હડતાળનું એલાન કર્યું છે. જ્યારે ભારતીય ટ્રેડ યુનિયન કૉન્ગ્રેસે તેનું સમર્થન કર્યું છે. હડતાળના કારણે મોટા ભાગની સરકારી બૅન્કને અસર થશે.
આ હડતાળને કારણે દિવાળીનો દિવસ ગણીને ૩ દિવસ બૅન્કો બંધ રહેશે. ૨૭ ઑક્ટોબરે દિવાળી છે, જોકે તે દિવસે રવિવાર છે, જ્યારે ૨૬ ઑક્ટોબરે ચોથો શનિવાર હોવાથી બૅન્ક બંધ રહેશે.
બૅન્ક યુનિયનનો આરોપ છે કે બૅન્કોના વિલયથી અનેક કર્મચારીઓની નોકરી પર જોખમ ઊભું થયું છે. સરકારના નિર્ણયથી બૅન્કના કર્મચારીઓ બેરોજગાર થવાના છે.

national news