Coronavirus: પ્યાર ઝૂકતા નહીં, લૉકડાઉનમાં દેશી બાબુ ઇંગ્લિશ મેમ પરણ્યાં

15 April, 2020 05:38 PM IST  |  Rohtak | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: પ્યાર ઝૂકતા નહીં, લૉકડાઉનમાં દેશી બાબુ ઇંગ્લિશ મેમ પરણ્યાં

ખાસ ઑફિસ ખોલાઇ અને તેમને પરણાવ્યા. - તસવીર એએનઆઇ

લૉકડાઉનને કારણે ભલભલી બાબતો અટકી ગઇ છે.લગ્ન હોય કે દર્શન કે પછી અમસ્તી લટાર મારવી હોય તો ય એ શક્ય નથી પણ આવા સંજોગોમાં રોહતકનાં એક યુવકે પોતાની વિદેશી પ્રેમિકા સાથે લગ્ન કર્યાં છે.લોકો વિદેશ જતાં ડરે છે પણ અહીં તો વિદેશી કન્યાને પરણીને આ યુવક ઘરે લઇ આવ્યો છે.નિરંજન કશ્યપની ઓળખાણ ડાના જોહરી ઓલિવેરા ક્રુઝની સાથે ઓનલાઇન કોર્સ કરતી વખતે થઇ હતી.લૉકડાઉનમાં લગ્ન થઇ શકે તે માટે નિરંજને રોહતકમાં ડેપ્યુટી કમિશનર આર એસ વર્માની ઑફિસમાં અરજી કરી અને તેમની લાગણીને માન આપીને રાત્રે 8.00 વાગે ઑફિસ ખોલીને તેમનાં લગ્ન કરાવાયા.

નિરંજનની ઓળખાણ સ્પેનિશ ભાષાનો ઓનલાઇન કોર્સ કરતી વખતે ડાના સાથે થઇ હતી.2017માં આ દોસ્તી થઇ તે પહેલાં નિરંજને હોટેલ મેનેજમેન્ટનો કોર્સ પણ કર્યો હતો.તે ત્રણ વર્ષ પહેલા ડાનાને મળવા મેક્સિકો પણ ગયો હતો.બાદમાં ડાના ટુરિસ્ટ વિઝા પર તેની મમ્મી સાથે ભારત આવી હતી અને રોહતક પહોંચી હતી અને તેમણે નિરંજનનાં જન્મદિવસે સગાઇ કરી હતી.જો કે સિટિઝનશીપનો ઇશ્યૂ આવતા આ લગ્નમાં અડચણ થઇ હતી. આ સંજોગોમાં મંજૂરી માટે જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવામાં આવી હતી.તેમની અરજી પાસ થઇ જાત પણ લૉકડાઉનમાં બધું અટકી ગયું.ફરી સંપર્ક કરતા જિલ્લા મેજિસ્ટ્રેટે CM સાથે ચર્ચા કરી હતી અને લગ્ન માટે પરવાનગી આપી રાતે 8.00 વાગે પોતાની કોર્ટ ખોલાવીને લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

coronavirus rohtak national news