પ્રોપર્ટીના ભાવ ઉંચા છે તો ખરીદો આ એક લાખ રૂપિયાનું ઘર

22 September, 2020 08:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રોપર્ટીના ભાવ ઉંચા છે તો ખરીદો આ એક લાખ રૂપિયાનું ઘર

તસવીર સૌજન્યઃ યુટ્યુબ

રિયલ્ટી ક્ષેત્ર એવુ છે જેમાં ભાગ્યે જ મંદી આવતી હોય છે. સમય જતા પ્રોપર્ટીના ભાવ તો વધી જ રહ્યા છે. મોટા શહેરોમાં પોતાનું ઘર ઉભુ કરતા જીંદગી નીકળી જાય છે. જોકે તામિલ નાડુના યુવાએ એક યુનિક આઈડિયા રજૂ કરી છે જેનાથી આ પ્રોપર્ટીની ચિંતા દૂર થશે.

પશ્ચિમી દેશોમાં મોટર હોમ્સ કે રિક્રેયશનલ વેહિકલ જેટલું ફેમસ છે તેટલુ ભારતમાં નથી. આપણા દેશના કન્સેપ્ટમાં ફ્લેટ, વિલા કે અપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. પરંતુ આ દરેકનો એક માઈનસ પોઈન્ટ એ છે તેને ખસેડી શકાય નહીં. જો કોઈ વ્યક્તિને મોટર હોમ કે કારવાન ખરીદવી હોય તો સસ્તી પણ નથી કે સહેલાઈથી ખરીદી શકાય, જોકે તામિલ નાડુના આર્કિટેકે એક કન્સેપ્ટ રજૂ કર્યો છે જે સોશ્યલ મીડિયામાં લોકોને ખૂબ ગમ્યો છે.

કારટોક.કોમમાં આવેલા આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે, યુટ્યુબમાં નાયોઝ ટીવી નામની ચેનલમાં આ વીડિયો અપલોડ થયો છે જેમાં 23 વર્ષના એન.જી. પ્રભુએ ઓટોરિક્ષામાંથી પોર્ટેબલ ઘર બનાવ્યું છે. તેણે આ ઘરનું નામ ‘Solo 0.1’ આપ્યું છે.

અરૂણને સમજાયુ કે મુંબઈ અને ચેન્નઈ જેવા શહેરમાં ઝૂપડુ બાંધવામાં પણ ચારથી પાંચ લાખનો ખર્ચ થાય છે અને તેમાં ટોઈલેટની સુવિધા તો હોતી જ નથી. જોકે તેનો આ સોલો 0.1 એક લાખ રૂપિયામાં બની જશે. આમાં બે જણ રહી શકે તે રીતની વ્યવસ્થા છે.

આ રિક્ષામાં બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ટોઈલેટ, બાથટબ અને વર્કસ્પેસ છે.

250 લીટર પાણીની ટાંકી છે, તેમ જ 600 વોટ્સની સોલાર પેનલ, ઈલેક્ટ્રીસીટી માટે બેટરી , કપબોર્ડ્સ, હેન્ગર્સ અને દાદરા પણ છે.

અરૂણે બજાજના સેકેન્ડ હેન્ડ પીકઅપ ઓટોરિક્ષામાંથી આ ઘર બનાવ્યું છે.

viral videos youtube