PM મોદીના મેસજ છતાં આંદોલન ઝડપી કરવામાં લાગ્યા અન્નદાતા, જાણો વધુ

13 December, 2020 12:07 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

PM મોદીના મેસજ છતાં આંદોલન ઝડપી કરવામાં લાગ્યા અન્નદાતા, જાણો વધુ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો છેલ્લા 17 દિવસોથી દિલ્હી બૉર્ડર પર છે. સરકાર વાતચીત દ્વારા ગતિરોધ ખતમ કરવાના પ્રયત્નોમાં લાગેલી છે, પણ ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવા સિવાય માનવા માટે તૈયાર નથી. ખેડૂતો અને સરકાર વચ્ચે છ વાર વાતચીત થઈ ગઈ છે. આ બેઠકોમાં અત્યાર સુધી કોઇ ચોક્કસ નિર્ણય લાવી શકાયો નથી.

ખેડૂતો તરફથી આંદોલન ઝડપી કરવા તથા જયપુર-દિલ્બી તેમજ દિલ્હી-આગરા એક્સપ્રેસવેને અવરોધવાની જાહેરાતને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે શહેરની સીમાઓ પર સુરક્ષા વધારવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે રવિવારે દિલ્હી-જયપુર રાજમાર્ગને અવરોધવા માટે હજારો ખેડૂતો એક ટ્રેક્ટર રેલી કાઢશે.

આંદોલન સાથે જોડાયેલી મહત્વની માહિતી

1. નવા ખેડૂત કાયદા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરના જ એક સંદેશ છતાં ખેડૂત પોતાના આંદોલનને ઝડપી કરતાં દેખાઇ રહ્યા છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે પ્રદર્શનકારીઓ સોમવારે બધાં જિલ્લા કાર્યાલયોમાં રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન કરશે અને સવારે 8થી પાંચ વાગ્યા સુધી ભૂખ હડતાળ કરશે.

2. પીએમ મોદીએ શનિવારે ફિક્કીના કાર્યક્રમમાં કેન્દ્ર સરકારે સુધારાનો બચાવ કરતા કહ્યું, "અમે ખેડૂતોની આવક વધારવા અને તેમને વધારે સમૃદ્ધ બનાવવા માટે પણ આ પહેલ કરી રહ્યા છે. આજે, ભારતના ખેડૂત પોતાની ઉપજને લારીઓ અને સાથે જ બહાર પણ વેચી શકે છે." તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્ર અને તેનાથી જોડાયેલા અન્ય ક્ષેત્રોને હટાવવામાં આવી રહ્યા છે.

3. કૃષિ કાયદો પાછો ખેંચવાની માગ પર અડગ હજારો ખેડૂતો છેલ્લા 17 દિવસથી દિલ્હીની સીમાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પર્યાપ્ત સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી છે જેમાં બહુસ્તરીય અવરોધક મૂકવા અને પોલીસ દળને તૈનાત કરવા સામેલ છે. પ્રદર્શન સ્થળે પ્રવાસીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પજે આ ખાતર પણ કેટલાક ઉપાયો કરવામાં આવ્યા છે.

4. ખેડૂત નેતાઓએ નવા ખેડૂત કાયદામાં સંશોધનનો સરકારનો પ્રસ્તાવ બુધવારે રદ કરી દેવામાં આવ્યો હતો, આની સાથે જ જયપુર-દિલ્હી તથા યમુના એક્સ્પ્રેસવે શનિવારે અવરોધિત કરીને પોતાના આંદોલનને ઝડપી કરવાની જાહેરાત કરી હતી.

5. ખેડૂત નેતાઓએ પોતાની માગ પર કાયમ રહેતા કહ્યું કે સરકાર સાથે વાતચીત માટે તૈયાર છે પણ પહેલા ત્રણ નવા ખેડૂત કાયદાને નિરસ્ત કરવા પર વાતચીત થશે. ખેડૂતોએ જાહેરાત કરી કે તેમના યૂનિયન પ્રતિનિધિ 14 ડિસેમ્બરના દેશવ્યાપી પ્રદર્શન દરમિયાન ભૂખ હડતાળ પર રહેશે.

national news delhi news jaipur