વિવો વિરુદ્ધ ઇડીની ઍક્શન: ૪૪ જગ્યાએ દરોડા

06 July, 2022 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગઈ કાલે ચાઇનીઝ મોબાઇલ ફોન મૅન્યુફૅક્ચરર વિવો અને એને સંબંધિત અન્ય કંપનીઓને ત્યાં દરોડા પાડ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર


નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગઈ કાલે ચાઇનીઝ મોબાઇલ ફોન મૅન્યુફૅક્ચરર વિવો અને એને સંબંધિત અન્ય કંપનીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. મની-લૉન્ડરિંગના આરોપોની તપાસ કરવા માટે દેશભરમાં ૪૪ જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર તેમ જ સાઉથ ભારતમાં કેટલાંક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. 
નોંધપાત્ર છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટે પણ વિવો તેમ જ ઓપ્પો, શાઓમી અને વનપ્લસ સહિતની અન્ય ચાઇનીઝ કંપનીઓનાં પ્રિમાઇસિસ પર સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.  સૂત્રોએ જણાવ્યું હતું કે ‘આ કંપનીઓએ ખરેખર જેટલી કમાણી થઈ હતી એના કરતાં ઓછી કમાણી બતાવીને કે સેંકડો કરોડો રૂપિયાની લૉસ બતાવીને કર-ચોરી કરી હોવાના ઇન્ટેલિજન્સ ઇન્પુટ્સના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.’

national news