પશ્ચિમ બંગાળમાં કોરોના વાઇરસને કારણે થયું પહેલું મોત

23 March, 2020 07:46 PM IST  |  Kolkata | Gujarati Mid-day Online Correspondent

પશ્ચિમ બંગાળમાં કોરોના વાઇરસને કારણે થયું પહેલું મોત

એએએમઆરઆઇ હૉસ્પિટલ, સૉલ્ટ લેકમાં છેલ્લા કેટલાક દિવસથી વેન્ટિલેટર પર સારવાર લઇ રહેલા વ્યક્તિનું કાર્ડિયાક અરેસ્ટથી આજે બપોરે મૃત્યુ થયું હતું. તાવ, શરદી અને ખાંસીને પગલે એક અઠવાડિયા પહેલા દાખલ કરાયેલા આ પુરુષની સ્થિતિ રવિવાર રાતથી કથળવા માંડી હતી. તે કોલકાતાનાં ડમડમ વિસ્તારનો રેહવાસી હતો અને શનિવારે સાંજે તેનો ટેસ્ટ કોરોના પોઝિટીવ આવ્યો હોવાની જાણકારી મળી હતી. સુત્રો અનુસાર તેના પરિવારનાં અમુક લોકો આઇસોલેશનમાં છે તો અમુક હૉસ્પિટલમાં છે અને તે આ મહિનાની શરૂઆતમાં પુના-હાવરા આઝાદ હિંદ એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી અને તેની કોઇ અન્ય વિદેશી મુસાફરીની હિસ્ટરી ન હતી. મૃતકે ગયા મહિને છત્તિસગઢમાં બિલાસપુરમાં લગ્નમાં હાજરી આપી અને ટ્રેઇન મારફતે પાછો ફર્યો હતો. ઓલ-પાર્ટી કોરોનાવાઇરસને લગતી મિટિંગ દરમિયાન જ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીને આ મૃત્યુ વિષે જાણકારી મળી હતી અને તેમણે પોલીસને તાકિદ કરી હતી કે મૃતકનાં મૃતદેહને પગલે અંતિમ સંસ્કાર કરનારા કોઇને પણ આ લાગુ ન થાય તેની કાળજી રાખે અને બધું ડૉક્ટર્સની સૂચના અનુસાર જ થાય. બેલિયાઘાટાની આઇડી હૉસ્પિટલમાં કોરોનાવાઇરસનાં છ બીજા દર્દીઓ દાખલ કરાયા હતા જેમાં ત્રણ તો એક જ પરિવારનાં છે, એક વયસ્ક યુગલ, તેમનો દીકરો તથા તેમને ત્યાં કામ કરનારી મહિલા. તેમનો 22 વર્ષિય દીકરો યુકેથી હમણાં જ પાછો ફર્યો હતો. હાલમાં સ્કોટલેન્ડથી પાછી ફરેલી એક છોકરી અને એક ટીનએજર જે યુકેમાં ભણે છે તેમને પણ આ ઇન્ફેક્શન લાગુ પડ્યું છે.

coronavirus covid19 mamata banerjee west bengal