Omicron:દિલ્હીમાં પણ એક કેસ આવ્યો સામે, આ વેરિયન્ટથી દેશમાં કુલ 5 લોકો સંક્રમિત

05 December, 2021 02:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આ વાતની પુષ્ટિ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

ઓમિક્રોન (Omicron)ના ભય વચ્ચે દેશમાં ફરી એક નવો કેસ સામે આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પણ ઓમિક્રોનનો એક દર્દી મળી આવ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આ વાતની પુષ્ટિ કરી છે. આ દર્દી હાલમાં એલએનજેપીમાં દાખલ છે. 

સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે વિદેશથી આવેલા 12 લોકોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. જેમાંથી 11 લોકોમાં સામાન્ય કોરોના છે, પરંતુ 12મો વ્યક્તિ ઓમિક્રોન પોઝીટીવ છે. આ વ્યક્તિ આફ્રિકન દેશ તાન્ઝાનિયાથી ભારત આવ્યો હતો. આ વ્યક્તિના સંપર્કમાં આવેલા 6 લોકોના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ પણ કરવામાં આવ્યું હતું.

આ સાથે હવે ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 5 દર્દીઓ છે. જેમાંથી બે કર્ણાટકના, એક ગુજરાતના અને એક મહારાષ્ટ્રના છે.

delhi Omicron Variant coronavirus