UIDના આધાર ઍપનું નવું વર્ઝન લૉન્ચ, આધાર કાર્ડ ગુમ થતાં નવું ઘરે આવી જશે

15 December, 2019 01:02 PM IST  |  Mumbai Desk

UIDના આધાર ઍપનું નવું વર્ઝન લૉન્ચ, આધાર કાર્ડ ગુમ થતાં નવું ઘરે આવી જશે

યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટીના આધાર ઍપનું નવું વર્ઝન લૉન્ચ કરવામાં આવ્યું છે. આ નવી ઍપનું નામ એમઆધાર છે જેને એન્ડ્રૉઇડ કે આઇઓએસ યુઝર્સ સહેલાઈથી ડાઉનલોડ કરી શકશે. એ ઍપલની ઍપ અને એન્ડ્રૉઇડના પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આપ આ એપ્લિકેશનની મદદથી સહેલાઈથી આધારને રીપ્રિન્ટની રિક્વેસ્ટ મોકલી શકો છો. આધાર રીપ્રિન્ટ માટે આપે ૫૦ રૂપિયા સર્વિસ-ચાર્જ રૂપે આપવો પડશે. આપના દ્વારા રિક્વેસ્ટ કરવા પર ૧૫ દિવસની અંદર જ એની ડિલિવરી કરી દેવામાં આવશે. આ દરમ્યાન આપે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે નવો પ્રિન્ટેડ આધાર રજિસ્ટર્ડ ઍડ્રેસ પર જ મોકલવામાં આવશે. નવી આધાર ઍપનો ઉપયોગમાં પહેલાં કરતાં વધુ સરળ અને સુગમ છે. આ નવી એપમાં ઑફલાઇન કેવાયસી, કયુઆર કોડ સ્કેન્, રીપ્રિન્ટનો ઑર્ડર કરવો, ઍડ્રેસ અપડેટ કરવું, આધાર વેરિફાઈ કરાવવું, ઇમેલ વેરિફાઈ કરાવવું, યુઆઇડી રીટ્રીવની રિક્વેસ્ટ જેવાં સહેલાં કામ કરી શકાય છે. આપ આ ઍપ દ્વારા સહેલાથી ઑનલાઇન રિક્વેસ્ટનું સ્ટેટ્સ ચેક કરી શકો છો.

ગૂગલ કે ઍપલ પ્લે સ્ટોરમાં જાઓ-ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો. જે બાદ આપને જરૂરી માહિતી આપવી પડશે જે બાદ આપનાં ફોનમાં ઍપ ઇન્સ્ટોલ થઈ જશે. ઍપમાં નવો પાસવર્ડ સેટ કરવાનો રહેશે. આ પાસવર્ડ દર વખતે ઍપનાં ઉપયોગ પહેલાં વાપરવાનો રહેશે. આ પાસવર્ડ ૪ ડિજિટનો હશે જે અંકોમાં રહેશે.

national news technology news tech news