દિલ્હી Vs. કેન્દ્ર વિવાદ: SCના જજ એકમત નહીં, કેસ મોટી બેંચ પાસે ગયો

14 February, 2019 12:03 PM IST  |  નવી દિલ્હી

દિલ્હી Vs. કેન્દ્ર વિવાદ: SCના જજ એકમત નહીં, કેસ મોટી બેંચ પાસે ગયો

ફાઇલ ફોટો

દિલ્હીનો બિગ બોસ કોણ? તેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. બે જજોની બેંચ દિલ્હી સરકારના અધિકારોને લઇને ચુકાદો સંભળાવી રહી છે. એ અલગ વાત છે કે દિલ્હી સરકાર વિરુદ્ધ ઉપરાજ્યપાલ મામલે સુપ્રીમ કોર્ટના 2 જજોનો અલગ-અલગ મત સામે આવ્યો છે. પોતાના ચુકાદામાં જસ્ટિસ સીકરીએ કહ્યું છે કે આઇએએસ અધિકારીઓના પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર ઉપરાજ્યપાલને આપવામાં આવે જ્યારે દાનિક્સ (દિલ્હી આંદામાન એન્ડ નિકોબાર, આઇલેન્ડ સિવિલ સર્વિસ)ના અધિકાર દિલ્હી સરકાર પાસે રહે. જો કોઈ મતભેદ થાય છે તો રાષ્ટ્રપતિ પાસે મામલો મોકલવામાં આવે. જ્યારે બીજા જજ અશોક ભૂષણે કહ્યું કે તમામ સર્વિસના મામલે કેન્દ્ર સરકારને અધિકાર છે. ત્યારે આ મામલો હવે મોટી બેંચ પાસે મોકલવામાં આવ્યો છે.

જ્યારે જસ્ટિસ સીકરીએ પોતાના ચુકાદામાં એમ પણ કહ્યું કે ચૂંટાયલી દિલ્હીની સરકાર કમિશન ઑફ ઇન્ક્વાયરીનું ગઠન ન કરી શકે. એક રીતે દિલ્હી સરકારને રાહત મળી છે કે જમીનોનું સર્કલ સીએમ ઓફિસના કંટ્રોલમાં હશે. જ્યારે દિલ્હી સરકારને આ ચુકાદાથી ઝાટકો લાગ્યો છે કે એન્ટિ કરપ્શન બ્રાંચ (ACB)નો અધિકાર કેન્દ્ર સરકાર (ગૃહ મંત્રાલય)ને આપવામાં આવ્યો છે, કારણકે પોલીસદળ કેન્દ્રના નિયંત્રણ ક્ષેત્રમાં છે.

ચુકાદાના મુખ્ય પોઈન્ટ્સ

- ગંભીર મુદ્દાઓ પર ઉપરાજ્યપાલ સાથે મતભેદ નથી.
- વીજળી સુધાર દિલ્હી સરકારની જવાબદારી
- સરકારી વકીલની નિયુક્તિ દિલ્હી સરકાર કરશે
- દિલ્હી સરકાર જમીનનો સર્કલ રેટ નક્કી કરી શકશે
- આ પહેલા સુપ્રીમ કોર્ટે 1 નવેમ્બર, 2018ના રોજ દિલ્હી હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ કેજરીવાલ સરકારની અરજીઓ પર સુનાવણી પછી ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો.

delhi arvind kejriwal supreme court